વિરોધ:ભારે વાહનોથી પારખેત ગામે નાળું બેસી જતાં લોકોમાં રોષ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપલીયા, કારેલા, પારખેત, પાદરીયા ગામના સરપંચોએ ઉશ્કેરાઈને વાહનો રોકી વિરોધ નોંધાવ્યો

ભરૂચ તાલુકામાં આવેલા પારખેતથી પીપલીયા જવાના માર્ગ પરથી રેલ્વેની કામગીરી માટે ઓવરલોડ મેટલ ભરીને ખાલી કરવા જતા માર્ગ અને ગરનાળું બેસી જવાના કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. મંગળવારે આસપાસના ચાર ગામોના સરપંચોએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ તાલુકામાં પારખેત અને પીપલીયા જવાનો માર્ગ ઉપરથી આસપાસના કરેલા,પાદરીયા, કેલોદના લોકો મોટી સંખ્યામાં અવર-જવર કરે છે.પરંતુ આ વિસ્તારમાં રેલ્વે લાઈનની કામગીરી માટે માટી અને મેટલ નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.તેના માટે મોટા ડમ્પરો મેટલ ભરીને પીપલીયા અને પારખેત સહીતના અન્ય ગામોને જોડતા માર્ગ પરથી પસાર થવાથી આ માર્ગની હાલત બિસ્માર બની છે.ડમ્પરો ઓવર લોડના કારણે અહીંયા માર્ગ અને ગરનાળું બેસી જવાના કારણે આ માર્ગ ઉપરથી અવર-જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અહીંયાના સ્થાનિકોએ અનેક વખત રેલ્વે વિભાગમાં રજૂઆતો કરી પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા.જેના વિરોધમાં મંગળવારના રોજ પીપલીયા,કરેલા,પારખેત,પાદરીયા ગામના સરપંચોએ એકત્રિત થઈને આ માર્ગ ઉપર ફરતા મોટા વાહનોને અટકવી વિરોધ નોંધાવ્યો હતો,જ્યાં સુધી માર્ગનું રીપેરીંગ નહીં કરવામાં આવે ત્યાં સુધી મોટા વાહનો નહિ જવા દેવાની ચીમકી ઉચ્ચારી છે.

અઠવાડિયા પહેલા પણ વાહનો રોક્યા હતા
આ માર્ગ પરથી 45 ટનના ઓવરલોડ વાહનો ફરે છે. જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી પડે છે. ઓવરલોડ વાહનોથી અહીં માર્ગ અને ગરનાળું પણ બેસી ગયા છે.જો તે તૂટી જાય તો આ વિસ્તારના લોકોને અવાર-જવર કરવામાં મુશ્કેલી પડે તેમ છે. જેથી એક અઠવાડિયા અગાઉ અમે લોકો આ ગાડીઓ રોકી વિરોધ કર્યો હતો.પરંતુ તે સમયે રેલ્વેના અધિકારીઓ દોડી આવીને તમને બે થી ત્રણ દિવસમાં રસ્તો બનાવી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. > જશુ રાઠોડ,સરપંચ,પીપલીયા,ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...