તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનના ભણકારા:ભરૂચના વાગરામાં ટેકાના ભાવે મગની ખરીદી નહીં કરાતા ખેડૂતોમાં રોષ, તાત્કાલિક મિટિંગનું આયોજન કર્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ મંત્રીએ ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેતા અન્નદાતાઓમાં રોષ

ભરૂચ જિલ્લાના ચાર તાલુકામાં મગની નોંધણી અંગેનો નિર્ણય નહીં લેવાતા ખેડૂત આલમમાં ભારે રોષ ફેલાયો છે. વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા તાત્કાલિક મિટિંગનું આયોજન કરી સરકાર સામે અણધાર્યો પ્રોગ્રામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, જંબુસર અને આમોદ તાલુકામાં મગનું મબલખ ઉત્પાદન થયુ છે. મગના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ ટેકાના ભાવથી સરકારને ખરીદી કરવા આવેદન આપ્યુ હતુ. તેમ છતાં કૃષિ મંત્રીએ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેતા અન્નદાતાઓમાં સરકાર વિરૂધ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ભારતીય કિસાન સંઘે વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે ખેડૂતોની એક તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો આકસ્મિક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સરકારે મગના ભાવની મિનિમમ સપોર્ટ પ્રાઈઝ 7196 રૂપિયા નક્કી કર્યા છે. તેમ છતાં અન્નદાતા પાસેથી વેપારીઓ 1200થી 1400ના ઓછા ભાવથી ખરીદી કરી રહ્યા છે. સરકારે એમ.એસ.પી. નક્કી કરી હોવા છતાં ખેડૂતોનો મહામુલો માલનું ઉચિત વળતર મળતુ નથી. તે માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...