તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થાનું સ્થળ:અંગારેશ્વરનું મંગળનાથ મહાદેવ મંદિર : દર મંગળવારે કંકુ-ગુલાબથી થાય છે અભિષેક

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગારક ઋષિના મંગળ દોષનું નિવારણ કરવા શિવજીની અરાધના કરતાં વરદાન મળ્યું હતું

શ્રાવણ ના સોમવારે શિવજીના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલું અંગારેશ્વર ગામ ના મંગલનાથ મહાદેવ ની મંગળવારે પૂજન અર્ચન કરવા નો વિશેષ મહાત્મ્ય રહેલું છે જ્યાં મંગળદોષ માટે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હોય છે.

મંગળનાથ મહાદેવ ના પ્રાગટ્ય વિષે ની એક એવી કથા પ્રચલિત છે કે સતયુગ માં મહાન તપસ્વી અંગારક ઋષિ જન્મ કુંડળી માં મંગળ ગ્રહ નો દોષ હતો પરિણામે તેમને પૂજન અર્ચન જપ તપ કે સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં પણ વિધ્ન આવતા હતા આ વિધ્ન ના નિવારણ અર્થે અંગારક ઋષિએ અહી નર્મદા નદી ના ઘાટ ઉપર મંગળ દોષ નિવારણ અર્થે શિવજી ની આરાધના કરી હતી જેને કારણે ધાટ નું નામ અંગારક ઘાટ અને ગામનું નામ અંગારેશ્વર પડ્‌યું હતું.

અંગારક ઋષિ તપસ્યા ને કારણે પ્રસન્ન થયેલ શિવજીએ અંગારક ઋષિ ના મંગળ દોષ નું નિવારણ કરવા સાથે વરદાન આપ્યું હતું કે અહી પાંચ વસ્તુ થી જે કોઈ પૂજા અર્ચના કરશે તેના મંગળ દોષ નું નિવારણ થશે. આમ અહી બિરાજમાન શિવજી આજે કળયુગ માં પણ અહી મંગળનાથ મહાદેવ ના નામે પુંજાય છે મંગળ ગ્રહ ની ઉત્પત્તિ વિશે શિવપુરાણ માં આલેખાયું છે કે અસંખ્ય વર્ષો સુધી સમાધી માં લીન રહેલા ભગવાન શંકરે જયારે સમાધિ છોડી ત્યારે કઠોર તપસ્યા ને કારણે તેમના લલાટ ઉપર ઉદ્દભવેલ પરસેવા નું ટીપું પૃથ્વી પર પડતાં તેણે મનોહર આકાર લાલવર્ણ અને ચાર ભુજાવાળા બાળક નું સ્વરૂપ ધારણ કર્યું હતું.

ભગવાન શંકર ના આ પરસેવા માંથી પ્રગટેલું અને ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર આ બાળક નું પણ શિવ આજ્ઞા થી પૃથ્વી માતાએ કર્યું અને એટલે જ તે ભૌમ ના નામે પ્રસિદ્ધ થયો યુવા કાળ માં તે કાશી ગયા અને ત્યાં લાંબો સમય સુધી શિવજી ની સેવા કર્યા પછી વિશ્વનાથ ની કૃપા થી ગ્રહ ની પડવી મેળવી દિવ્યલોક ચાલ્યા ગયા હતા. નર્મદા પુરાણ ની કથા અનુસાર નર્મદા ના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલય ને મંગળનાથ મહાદેવ ના નામ થી ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...