તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્ર પ્રદર્શન:આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ2 મહિનો પહેલા
 • આઝાદીની ચળવળને ઉજાગર કરતા ચિત્રો પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાંડીયાત્રા ભરૂચ જીલ્લામાં પ્રવેશી ચુકી છે. ત્યારે અંકલેશ્વર ખાતે ગાંધીજીની સ્મૃતિઓ તાજી કરવામાં આવી છે.

પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો અમદાવાદ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન અંકલેશ્વરના નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરસેવકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સદર ચિત્ર પ્રદર્શનમાં ગાંધીજીના જીવન કવનને આધારિત તથા આઝાદીની ચળવળને ઉજાગર કરતા ચિત્રો પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો