હત્યા:ઝઘડિયાના ધારોલી ગામે વૃદ્ધને પાડોશીએ માથામાં લાકડીનો સપાટો મારી દેતા મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 62 વર્ષીય ગોકુળભાઈ વસાવા પોતાની વિધવા દીકરી કુસુમબેન સાથે રહેતા હતા

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારોલી ગામે વૃદ્ધને પાડોશીએ માથામાં લાકડીનો સપાટો મારી હત્યાની ઘટના સામે આવી છે. રવિવારે પુત્રી કપડાં ધોઈ પરત ફરતા ઘરે પિતા માથામાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘરની સામે જ રહેતા રવીયા વસાવા વૃદ્ધને માથામાં લાકડાનો સપાટો મારી નાસી ગયો હતો.

ઇજાગ્રસ્તો વૃદ્ધને બાઇક પર સબંધીઓ ધારોલી ખાનગી દવાખાના ત્યાંથી એમ્બ્યુલન્સમાં વાલિયા સરકારી દવાખાને અને ત્યારબાદ ભરૂચ સિવિલમાં લાવ્યા હતા. જ્યાં વૃદ્ધની હાલત વધુ નાજુક હોય વડોદરા SSGમાં તબીબોએ ખસેડવાનું કહેતા રસ્તામાં જ ગોકુલભાઈનું મોત થયું હતું. પુત્રી કુસુમબેનની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે રવીયા વસાવા સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...