તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેહદાનનો સંકલ્પ:ભરુચ શહેરના વૃદ્ધ દંપતીએ 53મી લગ્નતિથિ નિમિતે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • દંપતીએ સંકલ્પ ફાઉન્ડેશનમાં દહેદાન અંગે રજીસ્ટ્રેશન કરાવ્યુ

ભરુચ શહેરના કામનાથ સ્ટેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ માનવ સેવાના ભાગરૂપે 53મી લગ્નતિથિ નિમિતે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં દંપતીએ સંકલ્પ ફાઉન્ડેશનમાં દહેદાન અંગે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

દંપતીએ સમાજ પ્રત્યેની પોતાની ફરજ અને ઋણ અદા કર્યું

સાંપ્રત સમયમાં અનેક લોકો ચક્ષુદાન કરતાં થયા છે. ત્યારે ભરુચ શહેરના કામનાથ સ્ટેટમાં રહેતા 77 વર્ષીય હરિહરભાઇ ત્રિવેદી અને 75 વર્ષીય અરુણાબેન ત્રિવેદીએ પોતાની 53મી લગ્નતિથિ નિમિતે દહેદાન કરવાનું નક્કી કર્યું છે. અને દંપતીએ માનવ સેવાના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશનમાં દહેદાન અંગેનું ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રીતે આ દંપતીએ સમાજ પ્રત્યેની પોતાની ફરજ અને ઋણ અદા કર્યું છે. આ પરિવારની ખાસિયત છે કે છ વર્ષ પહેલા હરિહરભાઇ ત્રિવેદીના માતા અને 26 વર્ષ પહેલા અરુણાબેન ત્રિવેદીના પિતાએ પણ દેહદાન કર્યું હતું. જે બાદ દંપતિ પણ દેહદાન કરવા આગળ આવ્યા છે.

પોતાના અંગોથી બીજા માણસોને જીવન માટે મદદરૂપ થઇ શકે

હરિહરભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે માણસ જાતે એકબીજાને મદદરૂપ થવું જોઈએ, કદાચ જીવન દરમ્યાન અમુક વખત પ્રયત્ન કરવા છતાં ના થઈ શક્યા હોઈ એવું બને તો આપણા મૃત્યુ પછી પણ આપણા અંગો બીજાને આપીને એને જે કઈ તકલીફ પડતી હોઈ જીવન દરમ્યાન એમાં મદદરૂપ થઈ શકીએ.

તો આ ઉત્તમ પ્રકારનું દાન કહી શકાય એવું હું માનું છું. અને એજ આશયથી હું મારા ધર્મપત્ની સાથે બંનેના બોડીનું દાન કરવા ઇચ્છીએ છીએ. જેથી અમારા મૃત્યુ પછી અને આની ઉપરથી બીજા લોકો પણ દાખલો લઈ શકે કે માણસને બ્રેન ડેડ જાહેર કર્યો હોય કે પછી કુદરતી કારણોસર મૃત્યુ થયું હોઈ તો એના પોતાના અંગોથી બીજા માણસોને જીવન માટે મદદરૂપ થઇ શકે. એના માટે પોતાના અંગોનું દાન કરી શકાય અને આ જ આશયથી અમે દેહદાન કરવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...