જનજાગૃતિ:રંગોળીથી લોકશાહીના પર્વમાં રંગ પૂરવાનો પ્રયાસ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની કલેકટર કચેરીમાં તૈયાર કરેલી રંગોળીએ મુલાકાતીઓમાં આર્કષણ જમાવ્યું

જિલ્લાભરમાં મતદાન જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કલેકટર કચેરીએ મતદાન જાગૃત્તિ મેસેજ સાથેની કલાત્મક રંગોળી કરી પ્રાંગણને સજાવ્યું હતુ . વિધાનસભાના ચૂંટણીમાં વધુને વધુ મતદારોને મતદાન કરે તેવો અનુરોધ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયો છે. ભરૂચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત ભરૂચ જિલ્લાની વિધાનસભા બેઠક પર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.

ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો - વિધાનસભા ચૂંટણી -હું મતદાન અવશ્ય કરીશના સૂત્રો સાથેની કલાત્મક રંગોળી કરી પ્રાંગણને સજાવ્યુ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સૂમેરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલી તેમજ સ્વિપ નોડલ અધિકારી દિવ્યેશ પરમાર વગેરે મૂલાકાત કરી હતી. ભરૂચ કલેકટર કચેરી ખાતે રોજ સેંકડો લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે કલાકારોએ તૈયાર કરેલી રંગોળીએ આર્કષણ જમાવ્યું છે અને લોકો તેને વખાણી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...