તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATMમાં આગ:ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા SBI બેંકના ATM મશીનમાં અડઘી રાત્રે આગ લાગી

ભરૂચ2 મહિનો પહેલા
 • ATM રૂમની ACમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી
 • સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ મોટી દુર્ઘટના ટળી

બુધવારે રાત્રે ભરૂચના ઝાડેશ્વર રોડ પર મુખ્ય માર્ગ નજીક inox થિયેટર પાસે આવેલા વાત્સલ્ય સ્ટુડિયો નીચેના શોપિંગ સેન્ટરમાં આવેલા SBI બેંકના ATM મશીનના ACમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જોકે, ATM રૂમમાં મુકવામાં આવેલી સેફ્ટીની નાની બોટલ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી.

શોર્ટ સર્કિટના અચાનક આગ લાગતાં શોપિંગ સેન્ટરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ બેંકના અધિકારીઓ અને ફાયર ફાયટરોની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ એટીએમ મશીન માટે મુકાયેલા ફાયર એક્સટિંગયુશરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ATM રૂમમાં મુકવામાં આવેલી નાની સેફ્ટી બોટલ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. એસીમાં શોર્ટ સર્કિટ થતા ATM રૂમમાં ધુમાડો પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને એક તબબકે સૌના જીવ પડીકે બંધાયા હતા. જોકે સદનસીબે સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી અને ATMમાં રહેલી એક લાખ જેટલી રોકડ પણ સહિ સલામત રહેતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો