તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • An Application Letter Was Sent To The District Collector Demanding 50 Per Cent Fee Waiver For Students In Private Schools And Colleges In Bharuch District.

આવેદન:ભરૂચ જિલ્લાની ખાનગી શાળા-કોલેજો 50 ટકા ફી માફી આપે તેવી માંગ કરાઈ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NSUIએ જીલ્લા સમહર્તાને આપ્યું આવેદનપત્ર

કોરોના કાળમાં સૌથી પેહલા વિદ્યાર્થીઓના વિશાળ હિત અને આરોગ્યને લઈ સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ કરાઇ હતી. મહામારીના બીજા વર્ષે પણ હજી શાળા-કોલેજો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ વચ્ચે નવું સત્ર શરૂ થઈ ગયું છે. ઓફલાઇન શિક્ષણ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ નિશ્ચિતતા નથી. લોકડાઉન અને મહામારીમાં મધ્યમ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની હતી.

શાળાઓએ નવા સત્રથી ફીની ઉઘરાણી શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ખાનગી શાળા સંચાલકો પોતાના તરફથી 25 ટકા અને રાજ્ય સરકાર 25 % મળી કુલ 50 ટકા ફીમાં માફી આપે તેવી માંગણી સાથે ભરૂચ જિલ્લા NSUI એ સોમવારે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ યોગેશ પટેલની આગેવાનીમાં સદર રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...