પર્યાવરણનું જતન:દશામાની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જનની અપીલ

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શક્તિનાથ ખાતે આવેલા જેે. બી. મોદી પાર્ક પાસે કૃત્રિમ તળાવ બનાવાયું

ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લાં 10 દિવસથી દશામાના ભક્તો માઇભક્તો ભક્તિમાં લીન થયાં છે. શનિવારે રાત્રે ભક્તો જાગરણ કરી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો કરી રવિવારે વહેલી સવારે દશામાની મુર્તિનું વિસર્જન કરશે. ત્યારે ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા જેબી મોદી પાર્ક ખાતે દશામાની મુર્તિના વિસર્જન માટે ખાસ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે. પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને કૃત્રિમ કુંડમાં કે પોતાના ઘરમાં જ મુર્તીનું વિસર્જન કરવા માટે અપીલ કરી છે.

અષાઢ વદ અમાસથી ભરૂચ જિલ્લામાં દશામાના પવિત્ર વ્રતનો આરંભ થઇ ગયો છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસથી માઇભક્તિમાં લીન બની છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે.દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરી દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.

વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરી દશામાનું ભાવ પૂજન કર્યું હતું, એટલું જ નહીં પરિવારના સભ્યો તેમજ પાડોશી મહિલાઓ દશામાની વાર્તાનું વાંચન અને શ્રવણ કર્યું હતું.શનિવારે રાત્રે ભક્તો જાગરણ કરી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો કરી રવિવારે વહેલી સવારે દશામાની મુર્તિનું વિસર્જન કરશે. ત્યારે ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા જેબી મોદી પાર્ક ખાતે દશામાની મુર્તિના વિસર્જન માટે ખાસ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે. પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને કૃત્રિમ કુંડમાં કે પોતાના ઘરમાં જ મુર્તીનું વિસર્જન કરવા માટે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...