તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ મિલાપ:હાંસોટના સાહોલ ગામના 80 વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધ લાપતા થયા, સેવાભાવિઓએ પરિવાર સાથે મિલાપ કરાવ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્વસ્થ ગોવિંદભાઇ ઘર તેમજ સરનામું ભૂલી ગયા હતાં
  • અંકલેશ્વર શહેરના બસ ડેપો પાસે ઓટલા પર સુઈ જતાં

હાંસોટ તાલુકાના સાહોલ ગામના ગોવિંદભાઇ માનસિક અસ્વસ્થ હોવાથી ઘર તેમજ સરનામું ભૂલી ગયા હતાં. તેથી તેઓ અંકલેશ્વર શહેર બસ ડેપો પાસે રહેતા હતા. જ્યાં છેલ્લા ત્રણ દિવસથી 80 વર્ષીય વૃદ્ધ ઓટલા પર કે પછી ડેપોમાં સુઈ જતાં હતાં. આ બધું પાણીની પરબનું સંચાલન કરતા પ્રહલાદભાઈ પારેખ નોંધતા હતા. તેઓએ આ વૃદ્ધની પૂછપરછ કરતા તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

હાંસોટ તાલુકાના સાહોલ ગામથી લાપતા થયા હતા

અંકલેશ્વર શહેર બસ ડેપો પાસે છેલ્લા ત્રણ દિવસથી 80 વર્ષીય એક વૃદ્ધ કેટલાક સેવાભાવી લોકોને નજરે પડ્યા હતા. તેઓ ક્યાંક ઓટલા પર કે પછી ડેપોમાં સુઈ જતાં હતાં. આ બધું પાણીની પરબનું સંચાલન કરતા પ્રહલાદભાઈ પારેખ નોંધતા હતા. તેઓએ આ વૃદ્ધને બોલાવી ભોજન કરાવ્યું અને ત્યારબાદ તેઓને પૂછપરછ કરતા તેઓ ભરૂચ જિલ્લાના છેવાડે આવેલ હાંસોટ તાલુકાના સાહોલ ખાતે બહેન શાંતાબેનને ત્યાં રહેતા હોવાની માહિતી મળી હતી અને તેઓનું નામ ગોવિંદભાઇ કેશવભાઈ સલાટ હોવાનું જણાવેલ હતું.

પરિવાર દ્વારા પ્રહલાદભાઈ તેમજ શિક્ષક નિલેશભાઈનો આભાર વ્યક્ત કર્યો

જે અંગે પ્રહલાદભાઈએ મિત્રો થકી સાહોલ ગામનો સંપર્ક કરી શિક્ષક નિલેશભાઈ સોલંકીની મદદ માંગી હતી. જેઓએ તેમની મદદથી 80 વર્ષીય વૃદ્ધના સાહોલ ખાતે બહેનનો સંપર્ક થયો હતો અને તેમના દીકરા તેમજ ભાણેજ લેવા મોકલાવ્યા હતા. જેવો પાણીની પરબ અંકલેશ્વર ખાતે આવી વૃદ્ધને પરત ઘરે લઈ ગયા હતા. માનસિક અસ્વસ્થ ગોવિંદભાઇ ઘર તેમજ સરનામું ભૂલી ગયા હતાં. પરિવાર દ્વારા પ્રહલાદભાઈ તેમજ શિક્ષક નિલેશભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...