અકાળે મોત:ભરૂચના સિવિલ રોડ ઉપર સ્કુલે જતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, પરિવારમાં માતમ છવાયો

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરની મહાવીર ઝુંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષીય અક્ષા ઇમરાન સૈયદ આજરોજ પોતાના સંબંધી સાથે મોપેડ ઉપર રોટરી ક્લબ પાછળ આવેલ સચ્ચિદાનંદ સ્કુલ ખાતે જઈ રહી હતી તે દરમિયાન ભરૂચના સિવિલ રોડ ઉપર આવેલ ગીતા પાર્ક સોસાયટી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૧૧ વર્ષીય અક્ષાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને કાર ચાલકે તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...