તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાત:ખાનગી કંપનીનો ટાવર સીલ કરી આમોદ પાલિકાની વેરા વસુલાત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાંકીય વર્ષના અંતે આમોદ નગર પાલિકાની કડક કાર્યવાહી

આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા રીલાયન્સ ટાવર શીલ કરી વેરા વસુલાત માટે કડક ઉઘરાણી ચાલુ કરી હતી. નાણાંકીય અંતિમ વર્ષમાં બાકી વેરા ખાતેદારો સામે આમોદ પાલિકા લાલઘૂમ બની હતી અને વેરા બાકીદારો સામે કડક બની સંપતિઓ શીલ કરવાની કાર્યવાહી ચાલુ કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આજ રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પાલિકા ઇજનેર કિરણ મકવાણા તથા વેરા વસુલાત ટીમ દ્વારા રીલાયન્સ ટાવરનાં બાકી પડતા ૫,૫૦,૩૭૧ લાખના બાકી લેણાના લીધે સીલ મારી કડક કાર્યવાહી કરી હતી. આમોદ પાલિકાએ રીલાયન્સ ટાવરને લેખિતમાં વારંવાર નોટીસ આપવા છતાં બાકી બીલના નાણાં ભરપાઈ નહીં કરતા આમોદ નગરમાં આવેલા રીલાયન્સ ટાવરને શીલ કર્યો હતો. આ ઉપરાંત આમોદ પાલિકાએ ગત રોજ પણ બાકીવેરો ધરાવતા લોકોનું નળ કનેક્શન કાપી નાખ્યું હતું. જો અન્ય કંપનીઓ તરફથી ટાવરના વેરા ભરવામાં નહિ આવે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશેની ચેતવણી આમોદ પાલિકાએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો