તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચમાં જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતોની 182 તેમજ 4 નગરપાલિકાઓની 132 બેઠકો મળી કુલ 348 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો. છ દિવસના અંતે કુલ 1498 ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે. જેમાં માત્ર ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં મોટા ઉપાડે ગઠબંધન કરનારી બીટીપી અને AIMIMના ગઠબંધનનું સુરસુરિયું થઈ ગયું હતું, ગણ્યાં ગાંઠ્યા ઉમેદવારો મેદાને ઉતારી આ બંને પક્ષોએ ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરી હોય તેવું ચિત્ર સ્પષ્ટ જોવા મળ્યું હતું.
ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા કરવાના સમિકરણોમાં સ્પષ્ટ નિર્ણય સાથે તમામ ઉમેદવારોના નામો જાહેર કરી દેવામા આવ્યાં હતાં. જોકે, કોંગ્રેસમાં આંતરિક બળવો ન થાય તે માટે પોતાના ઉમેદવારો જાહેર ન થતાં કેટલાંય કોંગ્રેસી આગેવાનો આજે ફોર્મ ભરવા માટે ચૂંટણી કચેરીએ પહોંચી ગયાં હતાં. કોંગ્રેસ કાર્યાલય ખાતે બળવાનું વાતાવરણ સર્જાયું હતું. આ તબક્કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં 4 પટેલોની ખોટ વર્તાઇ હતી. ડેમેજ કંન્ટ્રોલર તરીકે સ્વ. અહમદ પટેલની ખાસ ભુમિકા રહેતી હતી.
ઉપરાંત ઝાડેશ્વરના સ્વ.જયેશ પટેલ, વાગરાના ધારાસભ્ય ઇકબાલ પટેલ તેમજ મહંમદ ફાસીવાલા (પટેલ)ની ખોટ વર્તાઇ હતી.બીટીપીએ AIMIM સાથે ગઠબંધન કરતાં જિલ્લાનું રાજકારણ ગરમાય તેવી શક્યતાઓ જણાઇ રહી હતી. મોટાભાગની તમામ બેઠકો પર બીટીપી-AIMIMના ઉમેદવારો ઉભા રહે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યાં હતાં. મળતાં આંકડા મુજબ બીટીપીના માત્ર 156 અને AIMIMના માત્ર 21 જ ઉમેદવાર ઉભા રહેતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં.
ઉમેદવારોનું સરવૈયું, 1498 પૈકી 1315 ઉમેદવારો | |
ભરૂચ જિ.પં.( 147 ઉમેદવારો) | |
ભાજપ | 57 |
બીટીપી | 26 |
કોંગ્રેસ | 46 |
એનસીપી | 1 |
AAP | 2 |
AIMIM | 2 |
અપક્ષ | 11 |
ભરૂચ પાલિકા ( 72 ઉમેદવારો) | |
ભાજપ | 46 |
બીટીપી | 1 |
કોંગ્રેસ | 17 |
એનસીપી | 1 |
AIMIM | 4 |
અપક્ષ | 3 |
આમોદ પાલિકા ( 96 ઉમેદવારો) | |
ભાજપ | 44 |
કોંગ્રેસ | 19 |
બીટીપી | 6 |
AIMIM | 4 |
અપક્ષ | 23 |
અંક્લેશ્વરપાલિકા (101 ઉમેદવાર) | |
ભાજપ | 32 |
કોંગ્રેસ | 39 |
બીટીપી | 15 |
બીએસપી | 4 |
એએપી | 2 |
અપક્ષ | 9 |
જંબુસરપાલિકા (117 ઉમેદવારો) | |
ભાજપ | 35 |
કોંગ્રેસ | 20 |
બીટીપી | 1 |
એનસીપી | 1 |
અપક્ષ | 60 |
આમોદ તા.પં.( 77 ઉમેદવારો) | |
ભાજપ | 31 |
કોંગ્રેસ | 32 |
બીટીપી | 6 |
AIMIM | 3 |
આપ | 2 |
અપક્ષ | 3 |
અંક્લેશ્વર તા.પં.-(111 ઉમેદવારો) | |
ભાજપ | 50 |
કોંગ્રેસ | 45 |
બીટીપી | 6 |
AIMIM | 2 |
અપક્ષ | 7 |
ભરૂચ તા.પં.( 128 ઉમેદવારો) | |
ભાજપ | 58 |
કોંગ્રેસ | 48 |
બીટીપી | 4 |
બીએમપી | 1 |
AIMIM | 3 |
એએપી | 5 |
એનસીપી | 1 |
અપક્ષ | 8 |
હાંસોટ તા.પં.( 62 ઉમેદાવાર) | |
ભાજપ | 30 |
કોંગ્રેસ | 30 |
અપક્ષ | 2 |
જંબુસર તા.પં.(89 ઉમેદવાર) | |
ભાજપ | 42 |
કોંગ્રેસ | 30 |
બીટીપી | 4 |
AIMIM | 1 |
એએપી | 1 |
અપક્ષ | 11 |
ઝઘડિયા તા.પં.(104 ઉમેદવાર ) | |
ભાજપ | 34 |
કોંગ્રેસ | 28 |
બીટીપી | 41 |
અપક્ષ | 1 |
નેત્રંગ તા.પં.( 58 ઉમેદવારો ) | |
ભાજપ | 18 |
કોંગ્રેસ | 16 |
બીટીપી | 20 |
અપક્ષ | 4 |
વાગરા તા.પં.(82 ઉમેદવારો ) | |
ભાજપ | 35 |
કોંગ્રેસ | 31 |
બીટીપી | 2 |
AIMIM | 3 |
એએપી | 4 |
અપક્ષ | 7 |
વાલિયા તા.પં. | |
ભાજપ | 26 |
કોંગ્રેસ | 21 |
બીટીપી | 24 |
અપક્ષ | 2 |
ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ ભાજપના ભરાયાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 1498 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. જે પૈકી 1315 ફોર્મની વિગતોનું વિશ્લેષણ કરવામાં આવતાં તેમાં ભાજપે સૌથી વધુ 538 ફોર્મ ભર્યાં હતાં. જ્યારે કોંગ્રેસમાંથી 422, બીટીપીમાંથી 156 તેમજ AIMIM પાર્ટીમાંથી 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. જ્યારે એનસીપીમાં 4, AAP માં 18, BSP માં 4, BMPમાંથી 1 અને અપક્ષમાંથી 151 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.
જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકામાં 1498 ઉમેદવારો
ગત સોમવારે 8મી ફેબ્રુઆરીથી જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, દરેક પક્ષે અંતિમ ત્રણ દિવસમાં જ પોતાના ઉમેદવારો ઉભા કર્યાં છે. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 159, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 981 અને 4 નગરપાલિકાઓ માટે 558 ઉમેદવારોએ તેમના ફોર્મ ભર્યાં છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.