વિપક્ષની માંગ:ભરૂચ શહેરમાં પાણીની કટોકટી વચ્ચે વિપક્ષે નહેરની સમારકામની માંગ કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં પાણી પુરવઠાની સમસ્યા વચ્ચે ડભાલી પાસે નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે પુરવાની માંગ સાથે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી વિપક્ષે માંગ કરી છે. ગત તારીખ-૧લી જાન્યુઆરીના રોજ ભરૂચ તાલુકાના ડભાલી ગામ પાસે નહેરમાં ગાબડું પડવાથી ભરૂચ શહેરના માતરીયા તળાવમાં સરદાર સરોવર નિગમ અમલેશ્વર બ્રાંચ કેનાલ હેઠળ આવતો પાણી પુરવઠો બંધ થવાથી ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે ત્યારે ૫૦ હજારથી વધુ મકાનો અને ૮૦૦થી વધુ કોમર્શીયલ મિલકત ધારકોને અગવડ પડતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલાએ ગાબડું પડેલ નહેર અને માતરીયા તળાવની મુલાકાત લઇ તળાવમાં ભરૂચ શહેરમાં પાંચ દિવસ આપવામાં આવે એટલો પાણી પુરવઠો હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નહેરનું સમારકામ હાથ ધરવામાં સાથે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...