તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ્બ્યુલન્સ વેઇટિંગમાં:ભરુચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સની લાઈનો લાગી

ભરૂચ5 દિવસ પહેલા
 • કેટલાક દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવી પડી

ભરુચ જીલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટગતિએ વધારો થયો છે. અને જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો ફૂલ છે. એક તરફ કેસ વધી રહ્યા છે તો બીજી તરફ રિકવરી રેટ એટલો મોટો નથી. જેથી હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારની રાતે એમ્બ્યુલન્સની લાઇનો જોવા મળી હતી.

અંદાજિત 3 કલાક સુધી આ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હતી

રાતે દર્દીઓને લઈને આવેલી 3 જેટલી એમ્બ્યુલન્સે વેઇટિંગમાં રહેવું પડ્યું હતું. અંદાજિત 3 કલાક સુધી આ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હતી. અને દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવી પડી હતી. જો કે ત્યાર બાદ આ દર્દીઓને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ગતરોજ ભરૂચમાં જિલ્લાના પ્રભારી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા આવ્યા હતા. અને જિલ્લાની કોવિડની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવી એક્શન પ્લાન ઘડી કાઢવા આદેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો