ખેડૂતોને નુકસાન:ભારે પવન સાથેના વાવાઝોડામાં ભરુચ પંથકમાં આંબાવાડીના મોર ખરી પડતા ધરતીપુત્રોને વ્યાપક નુકસાન

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જંબુસર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું તે સમય દરમિયાન જંબુસરમાં ભારે નુકસાન તથા મૃત્યુ નીપજિયાના બનાવો બન્યા છે. આ ભારે પવનના વાવાઝોડામાં જંબુસર તાલુકાના ડાભા ગામે આવેલ ઉબેર ની સીમમાં હનીફભાઈ પટેલની વાડી જ્યાં આશરે 20 એકર જમીનમાં 2000 જેટલી કેસર કેરીના આંબા ના ઝાડ પર લાગેલ મોર મોટા પ્રમાણમાં ખરીને નીચે પડી જતા ધરતી પુત્રને પડતા પર પાટુ જેવો ઘાટ બન્યો છે.

ધરતી પુત્રે આંબા માટે કેટલીક માવજત કરી કેરીની સીઝનમાં પાક લેવાની તૈયારીઓ કરી હતી પરંતુ આકસ્મિક આવી પડેલ વાવાઝોડાએ ધરતી પુત્રને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા ધરતી પુત્રની વાડીમાં તૈયાર થયેલ મોર ફરી પડ્યો હતો અંગે અમિતભાઈ મહેતાજીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે 2000 જેટલી કેસર આંબાનો મોર ખરી પડ્યો છે. સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી..

અન્ય સમાચારો પણ છે...