જાપાનનાં ભારત સ્થિત રાજદૂત સતોશી સુઝુકીએ આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપી હતી. તેઓએ મુલાકાત પોથીમાં નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવાના આ શાંદર અવસર પુરો પાડવા બદલ આભાર વ્યકત કરૂ છુ. પ્રતિમાનો આકાર જોઇને હું અભિભુત છું, સાથે આ પ્રતિમાને ભારતની એકતાના પ્રતિકરૂપે બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી હું પ્રભાવિત છુ.
જાપાનનાં ભારત સ્થિત રાજદૂત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલા વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. વિદ્યાનચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
સતોશી સુઝુકીએ આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતું. જે બાદ તેઓએ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે ટુરીઝમ ઓફીસર મોહિત દિવાન દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેક્ટર કુલદીપસિંહ વાળાએ સતોશી સુઝુકીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
રાજદૂતની સાથે જાપાની દુતાવાસનાં ફર્સ્ટ સેક્રેટરી સોનોયાકી કોબાયાશી, નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના વહીવટી સંચાલક સતિષ અગ્નિહોત્રી, પ્રમોદ શર્મા, ગૌરવ શ્રીવાસ્તવ અને વિનિત રાજકુમાર જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.