શોભામાં વૃદ્ધિ:વિદેશી પ્રજાતિના અલ્પાકાએ બચ્ચાને જન્મ આપ્યો

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંચાઈવાળા ઠંડા પ્રદેશના ઊંટના કુળના પ્રાણીની ખાસ કાળજી રાખવામાં આવે છે
  • સરકારના માર્ગદર્શનમાં પ્રાણી-પક્ષીઓની કાળજી લેવાઇ રહી છે : SOUના પીઆરઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 375 એકર માં જંગલ સફારી બનાવવામાં આવ્યું છે.જેમાં દેશના અને વિદેશના મળી1500 જેટલા પશુ પક્ષીઓ વિવિધ વિભાગો અને એવીયેરી માં રાખવામાં આવ્યા છે. અહીં તાજેતરમાં વાતાવરણ સેટ થઈ ગયેલ દક્ષિણ અમેરિકાના મૂળ અલ્પાકા ને ત્યાં એક નવું મહેમાન આવ્યું એટલે કે એક નવા બચ્ચાનો જન્મ થયો. છે. બાળ અલ્પાકા ના આગમનને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે.

અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં.હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.

સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકા નું પ્રજનન,ગર્ભાધાન અને બાળ જન્મ,આ બધું શક્ય બન્યું છે.યાદ રહે કે આ પ્રાણીને ખૂબ સુરક્ષિત,વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળે તો જ પ્રજનન અને ગર્ભાધાન સુધી વાત પહોંચે છે.ઊંટના કુળના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિ થી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે.

અન્ય સમાચારો પણ છે...