સ્થાનિકોને સમસ્યા:ભરૂચમાં પ્રજાની સુખાકારી માટે નાખવામાં આવતી પાણી નિકાલની કામગીરી પ્લાનિંગ વિનાની હોવાની બુમો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં લાખોના ખર્ચે 40થી 50 વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ માટે ચાલતી કામગીરી પ્લાનીગ કે અણઘડ આવડતને લઇ સ્થાનિક દુકાનદારો અને જાગૃત નાગરિકોએ વિરોધ નોંધાવી યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.

છેલ્લા 40થી 50 વર્ષથી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણીના ભરાવાને લઇ સ્થાનિક દુકાનદારો અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. આ અંગે પાલિકા કચેરી ખાતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા લાખોના ખર્ચે માર્ગ ઉપર બ્લોક સાથે પાંચબત્તીથી સેવાશ્રમ રોડ ઉપર જમા થતું વરસાદી પાણી જૂની કાસ વાટે સીધું સિદ્ધનાથની ખાડીમાં ઠાલવવા માટે પાલિકા દ્વારા માર્ગની બાજુમાંથી ભૂગર્ભ ગટર વડે કામગીરીની તાજેતરમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જે બાદ હાલ કોન્ટ્રાક્ટર દ્વારા પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સ્થાનિક દુકાનદારો અને જાગૃત નાગરિકોમાં આ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક દુકાનદરો અને નાગરિકોએ આ કામગીરીને અણઘડ અને પ્લાનિંગ વિનાની ગણાવી છે સાથે સ્લોપની યોગ્ય વ્યવસ્થાને અભાવે વરસાદી પાણી સિદ્ધનાથ ખાડીને બદલે સુધી પાંચબત્તી ભેગું થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આ કામગીરી દરમિયાન પાલિકા તંત્ર એક ઇજનેરને સ્થળ પર મૂકી કામગીરી કરાવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...