આરોપ:ભરૂચના વોર્ડ-10માં વિકાસ કામોને લઈ AIMIM પ્રજા-વેપારીઓને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ, વિપક્ષી નેતાનો પ્રજાને કોઈપણ રાજકીય પાર્ટીના ગેરમાર્ગે દોરતા નિવેદનોથી દૂર રહેવા અનુરોધ
  • કતોપોર બજારના વેપારી એસો.ના પ્રમુખે પણ હું કોઈ પક્ષ સાથે નહીં જોડાયેલો હોવાનો ફોડ પાડવો પડ્યો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10ના બજાર વિસ્તારમાં રસ્તા સહિતના વિકાસના કામોને લઈ રાજકારણ ગરમાયું છે. જેમાં પાલિકા પ્રમુખ, વિપક્ષી નેતાએ એક રાજકીય પક્ષ પ્રજા અને વેપારીઓને ગેરમાર્ગે દોરી રહી હોવાના આક્ષેપ સાથે AIMIM તરફ આંગળી ચીંધી છે.

ભરૂચના બજાર વિસ્તારની જ્યાં શહેરનો સૌથી મોંઘો ₹3.75 કરોડનો રોડ નિર્માણ થવાનો છે. સાથે જ અન્ય 2 રસ્તાના કામો પણ મંજુર થયા છે. જોકે સૌથી મોંઘો માર્ગ ચોમાસામાં બે વખત ધોવાઈ ગયો હતો. હવે પાલિકા પ્રમુખે આ માર્ગનું કામ 25 માર્ચથી શરૂ થઈ જશે તેવી આજે વેપારીઓને ખાતરી આપી છે. જોકે બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 10 માં પાલિકા કોઈપણ કામની શરૂઆત કરવા જાય તે પેહલા એક રાજકીય પક્ષ ત્યાં પ્રજાને ગેરમાર્ગે દોરતા ખોટા નિવેદન કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના કૃત્ય કરે છે.

જેની સામે પ્રજા અને વેપારીઓને સાવધાન રહેવા પાલિકા પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદએ પ્રજા જોગ નિવેદન આપ્યું છે. બીજી તરફ કતોપોર વેપારી મંડળના પ્રમુખ ઈમ્તિયાઝ પટેલે તેઓ કોઈપણ પક્ષ સાથે જોડાયેલા નહિ હોવાની સ્પષ્ટતા કરી છે. જોકે, નગર પાલિકામાં મોરચો લઈને પહોંચેલા સભ્યો હવે ભોંઠા પડ્યાં છે.

લોકોને ગેરમાર્ગે દોરી સસ્તી પ્રસિદ્ધિનો પ્રયાસ
પાલિકાના વોર્ડ નંબર-10માં માર્કેટમાં 3.75 કરોડ અને બીજો 24 લાખનો તથા ત્રીજો આરસીસી-કાર્પેટ રસ્તા ગત ટર્મમાં જ મંજૂર થયા હતા. તેની કામગીરી પૂર્ણ થઈ હતી. પણ રસ્તો ધાવાતા ફરીથી બનાવવાનો હતો. વોર્ડમાં ચૂંટાયેલા AIMIMના સભ્યો માર્કેટના રસ્તોને ગેરમાર્ગે દોરી સસ્તી પ્રસિદ્ધી માટે પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ મંજૂર થયેલા રસ્તા બનવાના જ છે.- સમશાદઅલી સૈયદ, વિપક્ષ નેતા.

કામગીરીની તારીખ મેળવી તે પહેલાં આંદોલનનું નાટક
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી વિવિધ વિકાસના કામો અટવાયેલા હતા.વોર્ડ -10માં રસ્તાનું કામ પણ બે વર્ષ પહેલાં મંજૂરી મળી મળી હતી. તેને ફરીથી હોળી બાદ બનાવવાનો છે. જોકે, સ્થાનિક AIMIMના વોર્ડ સભ્ય પાલિકાની પવડી કચેરીમાથી કામો શરૂ થવાની કે પછી માપણીની તારીખ મેળવી તેના પહેલાં જ વિસ્તારમાં આંદોલન કરી સસ્તી પ્રસિદ્ધી મેળવવ માટે ધમપછાડા કરી રહ્યા છે- અમિત ચાવડા, પ્રમુખ, ભરૂચ પાલિકા.

અન્ય સમાચારો પણ છે...