તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્યણ:ભરૂચની તમામ કચેરીઓ 100 ટકા કર્મીઓ સાથે શરૂ

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારનો નિર્યણ
  • કોરોનાની SOPનું પાલન કરવા કલેક્ટરની અપીલ

ભરૂચ શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સરકારની વખતોવખતની સૂચનાઓ ધ્યાને લઇ ભરૂચ શહેર તથા જિલ્લામાં કોવિડ-19 વાઇરસનું સંક્રમણને નિયંત્રિત કરવા તથા તકેદારીના ભાગરૂપે ભરૂચ શહેર તથા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્રોની કામગીરી 12 મી એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્ય હિતને ધ્યાને રાખીને બંધ રાખવા આવી હતી.

જોકે થોડા સમયથી જિલ્લા અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર નબળી પડતા સરકારના સામાન્ય વિભાગના પરિપત્ર અન્વયે 7 મી જૂનથી સરકારી,અર્ધ સરકારી કચેરી, બોર્ડ,કોર્પોરેશન 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે રાબેતા મુજબ કાર્યરત કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેર અને જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જનસેવા કેન્દ્રો, ઈ-ધરા કેન્દ્રો,પુરવઠા કચેરીઓ તથા અન્ય કામગીરીઓ માટે 7મી જૂનથી રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવી છે.રાજય સરકાર દ્વારા નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સરકારની કોરોના ગાઈડલાઈનનું દરેક અધિકારીઓ અને અરજદારોએ ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...