ભરૂચ જિલ્લામાં આવેલી તમામ નગરપાલિકાઓ સહિતની સરકારી કચેરીઓની વિગતો આગામી દિવસોમાં ઓનલાઇન થઇ જશે. કેન્દ્ર સરકારની ગતિ શકિત એપ્લીકેશનના સંદર્ભમાં શહેરમાં સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. નગરપાલિકા સહિતની તમામ સરકારી મિલકતોની વિગતો ટુંક સમયમાં એપ્લીકેશન પણ ઉપલબ્ધ થતાં વહીવટી કામગીરી સરળ બનશે અને જેનાથી અરજદારોના પણ સમયનો બચાવ થશે. રાજય સરકારની ગતિ શક્તિ એપ્લીકેશનમાં તમામ વિગતો શહેરીજનોને ઓનલાઇન મળતી થઇ જશે.
હાલમાં નગરપાલિકાના વોટરવર્કસ, લાઇટ શાખા સહીતના તમામ વિભાગના કર્મચારીઓ પાલિકા હસ્તકની તમામ મિલકતોનો સર્વે કરી રહયાં છે. એક મહિનામાં સર્વેની કામગીરી પુરી થયા બાદ તમામ વિગતો સરકારમાં આપવામાં આવશે અને પછી ગતિશકિત એપ્લીકેશનને લોન્ચ કરાશે. નગરપાલિકા ઉપરાંત અન્ય કચેરીઓનો ડેટા ટુંક સમયમાં ઓનલાઇન જોવા મળી શકશે.
કેનદ્ર સરકારની ગતિ શકિત એપ્લીકેશન આગામી દિવસોમાં દેશભરમાં કાર્યરત કરી દેવામાં આવશે. ભરૂચ નગરપાલિકાના વોટરવર્કસ, લાઇટ શાખા, સેનેટરી વિભાગ સહિતના કર્મચારીઓની ટીમો શહેરમાં વિવિધ સ્થળોએ ફરીને માહિતીનું એકત્રિકરણ કરી રહી છે.
સર્વે માટે ટીમો કામે લગાડવામાં આવી છે
સરકારની નવી એપ્લીકેશનના સંદર્ભમાં તમામ વિભાગની ટીમોને સર્વેની કામગીરીમાં જોડવામાં આવી છે. નવી એપ્લીકેશનમાં નગરપાલિકાની મિલકતોની તમામ વિગતો ઓનલાઇન થઇ જશે. જેના કારણે લોકોના પાલિકા કચેરી ખાતેના ધકકા ઓછા થઇ જશે. એપ્લીકેશન લોન્ચ થવામાં હજી બે-ત્રણ મહિનાનો સમય લાગી જશે. દશરથસિંહ ગોહિલ, સીઓ, ભરૂચ નગરપાલિકા
એપ્લીકેશનથી શું ફાયદો
પીએમ ગતિ શકિત એપ્લીકેશનમાં નગરપાલિકા, વીજ કંપની, ગેસ કંપની, ઓપ્ટીકલ ફાઇબર, પાઇપલાઇન સહિતની તમામ વિગતો ઓનલાઇન મળી રહેશે. જો કોઇને ગેસ જોડાણ લેવું હોય તો તેમના ઘર પાસે કેટલાના ઘરે જોડાણ છે કેટલી ગેસની લાઇન પસાર થાય છે સહિતની વિગતો મોબાઇલ એપ્લીકેશન ઉપર જ મળી રહેશે. તેવી જ રીતે સ્ટ્રીટલાઇટ બંધ હોય કે પાણીની લાઇનમાં લીકેજ હોય તો કર્મચારીઓ એપ્લીકેશન માંથી જ થાંભલા તથા પાઇપલાઇનનો નકશો મેળવી શકશે. નવી એપ્લીકેશન લોકો તથા કર્મચારીઓ માટે બહુ ઉપયોગી સાબિત થશે.
કઇ મિલકતોનો સર્વે કરવામાં આવી રહયો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.