તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતરમાં મહેફિલ:અમદાવાદ- વડોદરાના 3 ખેલી સહિત 8 જુગાર રમતાં ઝડપાયાં

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંબુસરના દહેગામ ગામે ખુલ્લા ખેતરમાં મહેફિલ જમાવી હતી
  • એલસીબીએ દરોડો પાડ્યો, મુખ્ય 3 સુત્રધાર વોન્ટેડ, 7 નાસી ગયાં

જંબુસર તાલુકામાં આવેલાં દહેગામ ગામે રહેતાં ઇદ્રીશ ઉર્ફે જબ્બાર સોપારી ઇબ્રાહિમ બુલબુલ, યાકુબ ઇદ્રિશ ઉમરહશન તેમજ ઇલ્યાસ ઉમરહશન ત્રણેય મળી અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાંથી જુગારિયાના ખેલીઓને બોલાવી ખેતરમાં ઝાડીઓ વચ્ચે જુગારનો અડ્ડો ચલાવતાં હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળતાં સ્થળ પર પર દરોડો પાડતાં જુગારિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.

જેમાં ત્રણેય મુખ્ય સુત્રધારો સહિત 10થી વધુ જુગારિયાઓ નાસી છુટ્યાં હતાં. જોકે, 8 ખેલીઓ ઝડપાઇ ગયાં હતાં. ટીમે ઝડપાયેલાં જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 2.58 લાખ તેમજ એક ટવેરા કાર મળી કુલ 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જુગારિયાઓના નામ

નામરહેવાસી
અફઝલ ઇબ્રાહિમ પટેલકાવી
યાકુબ ઉર્ફે અક્કુ બરૂકાવી
કાંતિલાલ પટેલઅમદાવાદ
અલ્પેશ પાલવડોદરા
જાકીર અહેમદ પઠાણકાવી
રમેશ રયજી ચૌહાણપોર
યાકુબ ઇબ્રાહીમ ભાણાસારોદ
અબ્દુલ વલી ઘોડીવાલાપાલેજ
અન્ય સમાચારો પણ છે...