ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં આજે ગુરૂવારે અમાસથી દશામાંનું મહિલાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાભેર ઘેર-ઘેર સ્થાપન કરવામાં આવ્યું છે. બે વર્ષના કોરોના કાળ બાદ વિવિધ ઉત્સવો, તહેવારો, વ્રતની ઉજવણી કરવા ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહમય બન્યા છે. આજે અમાસથી દસ દિવસનુ આતિથ્ય માણવા દશામાની સવારી આવી ચઢતા બજારોમાં દશામાની પ્રતિમા સહિત વિવિધ સામગ્રીઓ ખરીદવા ભીડ ઉમટી પડી હતી. બજારોમાં ભકિતસભર માહોલ ફેલાઇ ગયો હતો.
બજારોમાં મહિલાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
અષાઢી અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય બજારોમાં દશામાની મૂર્તિઓ તેમજ સાજ-શણગારનાં પ્રસાધનો અને અન્ય પૂજાપાની ચીજવસ્તુઓ ખરીદવા વ્રતધારી મહિલાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી લોકો મૂર્તિઓ તેમના ઘરે લઇ ગયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં સાંજે દશામાની નાની મોટી હજારો પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓ દશામાના વ્રતનો રંગેચંગે પ્રારંભ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.