તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલ્ટો:ભરૂચમાં વરસાદ બાદ ફરી અસહ્ય તાપ અને ઉકળાટનું સામ્રાજ્ય ફેલાયું

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સુસવાટા મારતા પવનો વચ્ચે 7 તાલુકામાં મેઘમહેર થઈ હતી

ભરૂચ શહેર અને જિલ્લામાં શુક્રવારે મધરાતે તેજ પવન સાથે વરસેલા જોરદાર વરસાદ બાદ છેલ્લા 2 દિવસથી ફરી અસહ્ય તાપ અને ઉકળાટથી પ્રજા ત્રસ્ત થઈ ઉઠી છે.

ગરમી વચ્ચે અસહ્ય બફારો શરૂ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ

ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે શુક્રવારે મધરાતે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે ભારે પવન વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી પડ્યો હતો. જિલ્લાના 7 તાલુકામાં મેઘમહેરના કારણે લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જોકે ક્ષણિક ઠંડક રહ્યાં બાદ છેલ્લા 2 દિવસથી ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે આભમાંથી આકરી ગરમી વચ્ચે અસહ્ય બફારો શરૂ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે.

લોકોની હાલત પડતા પર પાટુ જેવી થઈ

છેલ્લા બે દિવસથી ભરૂચ શહેર અને જિલ્લામાં પણ તાપમાનનો પારો 34 ડિગ્રીની આસપાસ રહેતા અને પવનની ગતિ મંદ પડતા શહેરીજનોને અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત દ.ગુ. વીજ નિગમ દ્વારા પણ પ્રી મોન્સુન કામગીરી માટે 5 થી 7 કલાકનો વીજ કાપ અપાતા લોકોની હાલત પડતા પર પાટુ જેવી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...