ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધીને દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબન ફાંસીની સજાની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે લવ જેહાદની ઘટનાઓના વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદાની માંગ કરી હતી.
ભરૂચના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ સહિતની સંસ્થાઓએ એક મંચ પર આવી રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આરએસીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે પોતાની માંગણીઓ રજૂ કરી હતી કે, દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં હત્યારા આફતાબને ફાંસીની સજા મળે, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે.
દેશભરમાં લવ જિહાદ વિરૂદ્ધની ઘટનાઓના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે, કેન્દ્ર સરકાર લવ જીહાદના વિરૂદ્ધમાં કેન્દ્રિય કાનુન બનાવે તે સહિતના વિવિધ મુસદાઓ સાથે રજૂઆત કરી હતી. ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા આ મુદ્દાઓને લઇને તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.