તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી શરૂ:ભરુચ નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની રચના બાદ આજે બધાએ ચાર્જ સંભાળ્યો

ભરૂચ11 દિવસ પહેલા
 • નગરના વિકાસને વેગ મળશે તેવો આશાવાદ સહુએ વ્યક્ત કર્યો

ભરૂચ નગરપાલિકાની ચૂંટણી બાદ વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. જેઓએ આજરોજ ચાર્જ સાંભળ્યો છે. કોરોનાની મહામારીમાં સંપૂર્ણપણે ચુસ્ત ગાઈડલાઇન્સનના પાલન સાથે ચાર્જ સાંભળવામાં આવ્યો હતો.

ચેરમેન સભ્યોએ આજે વિધિવત ચાર્જ સાંભળ્યો
ભાજપાના મોવડી મંડળ દ્વારા ચેરમેનના નામો ઉપર મહોર મારવામાં આવી હતી. નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેન સભ્યોએ આજરોજ વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો. નવનિયુક્ત ચેરમેનોએ પૂજાવિધિ કરાવી હવાલો સાંભળ્યો હતો. નગરના આગેવાનોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી. હવે નગરના વિકાસને વેગ મળશે તેવો આશાવાદ સહુએ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે નરેશ સુથારવાલા, મેડિકલ સમિતિ વિશ્રુતિ દૂધવાલા, ફાઇનાન્સ તિનેશ મિસ્ત્રી, કાયદા સમિતિ વિશાલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ ચેતન રાણા, સમાજ કલ્યાણ શીલા વણકર, સેનેટરી ચિરાગ ભટ્ટ, વોટર વર્કસ હેમેન્દ્ર પ્રજાપતિ, પબ્લિક વર્કસ હીમુબેન પટેલ, બાગ બગીચા ભારતી વસાવા, લાઇટ સમિતિમાં પ્રવીણ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો