છેતરપિંડી:દંપતીને ફ્લેટ વેચ્યા બાદ તેના પર 3 લાખની મોર્ગેજ લોન લઇ છેતરપિંડી

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી-બેન્ક કર્મી વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ કરવામાં આવી

ભરૂચના પાંચબત્તી પાસે આવેલાં બુદ્ધદેવ કોમ્પલેક્ષ ખાતે રહેતાં પ્રલ્હાદ ગોપાલ સોલંકીએ વર્ષ 2010માં શહેરના સેવાશ્રમ રોડ પર આવેલાં આકાશગંગા એપાર્ટમેન્ટમાં રેહતાં મિલન રસિક શાહે ફ્લેટ ખરીદ્યો હતો. જે અંગેનો વેચાણ કરાર યાને બાનાખત નોટરી દિલીપ આર રાવ સમક્ષ કરી આપ્યો હતો. ફ્લેટની ખરીદી 3.35 લાખમાં થઇ હતી. જેના ભાગરૂપે તેમણે મિલન શાહને 51 હજાર રોકડા આપી 2.84 લાખની લોન કરી હતી. જે તેમણે ચુકવી તેનો નો ડ્યુ સર્ટીફિકેટ પણ મેળવી લીધું હતું. જે બાદ તેમણે 2014માં દસ્તાવેજ કરાવ્યો હતો. દરમિ્યાનમાં તેમણે માલુમ પડ્યું હતું કે, મિલન શાહે બે બેન્કમાંથી લોન લીધી હતી. જે પૈકી 1994માં તેણે ડીએચએફએલ કંપનીમાંથી લોન પુરી કર્યાં વિના જ તેમને ફ્લેટ વેચાણે આપ્યો હતો. અને મિલને બેન્કની લોન પુર્ણ કરી ન હોવા છતાં બેન્ક ઓફ ઇન્ડિયાની અંક્લેશ્વર શાખા જે તે સમયના અધિકારીએ લોનનું ધિરાણ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે આખરે પ્રલ્હાદ સોલંકીએ ભરૂચ એસપીને રજૂઆત કરતાં એ ડિવિજન પોલીસે બીન જામીનપાત્ર ગુનામાં કોઇ કાર્યવાહી કરી ન હતી. જેના પગલે તેમણે કોર્ટ રાહે ફરિયાદ કરી છે.

બેન્કની નોટિસો આવતાં ભાંડો ફૂટ્યો
મિલન શાહ પાસેથી ફ્લેટ ખરીદી કર્યાં બાદ પ્રહલાદ ગોપાલ સોલંકી પરિવાર સાથે તેમના ફ્લેટમાં રહેતાં હતાં. દરમિયાનમાં તેેમના મકાન પર બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નોટીસ લગાડવા માટે આવતાં સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...