જાહેરાત:રાજસ્થાન બાદ BTPએ ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભરૂચ નર્મદા જિલ્લા પંચાયતમાંથી પણ ગઠબંધન તોડ્યું

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટુ વસાવાએ ટ્વિટ કરીને ગઠબંધન તોડ્યા અંગેની જાહેરાત કરી હતી. - Divya Bhaskar
છોટુ વસાવાએ ટ્વિટ કરીને ગઠબંધન તોડ્યા અંગેની જાહેરાત કરી હતી.
  • છોટુ વસાવાએ ટ્વિટ કરી માહિતી ગઠબંધન તોડ્યાની જાહેરાત કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય રીતે પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)એ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. જેથી આગામી ચૂંટણીઓમાં નવા સમીકરણો ઉભા થાય તેવી રાજકીય લોકો ગણતરી માંડી રહ્યાં છે.

વિચારધારાની લડાઈના કારણે રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ ગઠબંધન તોડ્યાની જાહેરાત કરાઈ હતી.
વિચારધારાની લડાઈના કારણે રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ ગઠબંધન તોડ્યાની જાહેરાત કરાઈ હતી.

રાજસ્થાન બાદ ગુજરાતમાં સંગઠન તોડ્યુ
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં બે વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસને સપોર્ટ જાહેર કરેલ હતો તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.ભરૂચમાં અને નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયતોમાંથી પણ બીટીપી કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યા છે.

વિચારધારાની લડાઈ-મહેશ વસાવા
દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી ગરીબો માટે લડે છે એટલા માટે જ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકોને સારી સુવિધા તકો મળી રહે તે માટે ગઠબંધન કર્યું હતું. પરંતુ વિચારધારાની લડાઈના કારણે આ ગઠબંધન પણ તોડવામાં આવ્યું છે.