ગુજરતના યુવા નેતા તરીકે પ્રસ્થાપિત હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાર્દિકના રાજીનામાથી કોંગ્રેસ વધુ ખોખલી થઇ ગઈ છે તેમ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ અનેક અટકળો ચાલી રહી હતી. કોંગ્રેસ હાર્દિકને તેના લાયક યોગ્ય કામ ન આપી રહ્યું હોવાની પણ ચર્ચા હતી. ત્યારે આજે બુધવારના રોજ હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ તરીકે અને સભ્યપદેથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
હાર્દિક પટેલ ભાજપામાં જોડાશે તેવી અટકળો કેટલાય દિવસથી ચાલી રહી હતી, જેને રાજીનામાં બાદ વધુ વેગ મળ્યો છે. હાર્દિક પટેલના રાજીનામાં અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક એ શક્તિશાળી યુવા નેતા હતા, પરંતુ કોંગ્રેસને તેમની પાસેથી કામ લેતા ન આવડ્યું. કોંગ્રેસ આમેય ખોખલી હતી અને હાર્દિકના રાજીનામા બાદ તે વધુ ખોખલી થઇ ગઈ છે. ભાજપામાં હાર્દિકના પ્રવેશ અંગે તેમણે જણાવ્યું હતું કે તે અંગે પ્રદેશ યોગ્ય નિર્ણય લેશે. પ્રદેશ પ્રમુખ ખુબ પરિપક્વ છે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.