તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસરદાર કોરોના વેક્સિન:કોરોનાની રસી લીધા બાદ ભરૂચના તબીબ ડો. કિરણ છત્રીવાલાની રોગપ્રતિકારક શક્તિમાં આશ્ચર્ય જનક વધારો નોંધાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 જાન્યુઆરીએ ડો. કિરણના શરીરમાં આઇજીજીનું પ્રમાણ 3.89 યુનિટ હતું, તે રસી લીધા બાદ 200+ યુનિટ થઇ ગયું
  • રસીની આડ અસર કરતા અનેક ગણા વધારે તેના ફાયદા

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા આદરવામાં આવેલી રસીકરણની ઝૂંબેશ તીવ્ર ગતિથી ચાલી રહી છે. રસી લીધા બાદ વ્યક્તિમાં કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાઇ થઇ ચૂકી છે.

ભરૂચમાં કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા અને શહેરની પ્રખ્યાત જીવન જ્યોત હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. કિરણ છત્રીવાલા પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.

ભરૂચમાં ગત્ત તા. 05 માર્ચના રોજ ડો. કિરણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ થોડા દિવસો બાદ તેમણે એન્ટી બોડી પરીક્ષણ કરાવતા તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં અનેક ઘણો અને આશ્ચર્યચકિત કરી દેનારો વધારો જોવા મળ્યો હતો. ગત ઓગસ્ટ મહિનામાં તે કોરોના પોઝિટિવ થયા હતા જે બાદ સારવાર લીધા બાદ તે સ્વસ્થ થઈને પુનઃ દર્દીઓની સેવામાં જોતરાઈ ગય હતા.

ગત જાન્યુઆરી મહિનાની 20 તારીખે તેમને પોતાનો એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તે IgG 3.89 યુનિટ આવ્યું હતું જે કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ તાજેતરમાં તા. 18 માર્ચે પુનઃ એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તેમાં 200+ ઇમ્યુનિટી લેવલ ડેવલપ થયેલું જણાઈ આવ્યું હતું.

ડો. છત્રીવાલાએ જણાવ્યું હતું કે, છે, મેં શરૂઆતમાં એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટમાં એવું ધ્યાને આવ્યું હતું કે મારામાં શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી નહોતી. આઇજીજી પ્રકારની એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. જોકે, મને તે વખતે કોરોના પણ થયો નહોતો. બાદમાં તાજેતરમાં મેં વેક્સિનનો ડોઝ લીધા બાદ એન્ટિ બોડી ટેસ્ટ કરાવ્યો તો તેમાં આઇજીજીનું પ્રમાણ 200થી વધારે યુનિટ જોવા મળ્યું હતું. એનો બીજો મતલબ એ થયો કે, મારી રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.

માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે. જેને ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજીએમ બને છે.

કોરોના સામે ભારતીય વેક્સિન એકદમ સુરક્ષિત અને ૭૦ ટકા કારગત છે, એ વાત ઉક્ત બાબત સાબિતી આપે છે. ડો. કિરણ છત્રીવાલા કહે છે કે, કેટલાક લોકોને કોરોના વેક્સિન લીધા બાદ પણ કોરોના વાયરસ થવાની ફરિયાદો આવે છે. તે સ્વાભાવિક છે. વેક્સિન લીધા બાદ 15 દિવસ બાદ આઇજીજી શરીરમાં બનવાનું શરૂ થાય છે, હવે દરમિયાન જો કોઇ ચેપ લાગે તો કોરોના વાયરસ થઇ શકે છે. શરીરમાં કોરોના વાયરસનું પ્રમાણ કેટલાક પ્રમાણમાં છે? એના આધારે એન્ટિબોડી કામ કરે છે. એટલે, સ્વાભાવિક પણે કોરોના વાયરસ લાગું પડી શકે છે. પણ, નાગરિકોએ ગભરાયા વિના રસી લેવી જોઇએ કારણ કે રસીની આડ અસર કરતા અનેક ઘણા વધારે તેના ફાયદા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો