અટકાયત:ધ્યાની બાદ ખાડાઓએ સલમાનનો ભોગ લીધો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં ભુવા ગામ પાસે પડેલા ખાડો બચાવવા જતાં ટ્રકે બાઇકને ટકકર મારતાં સલમાનનું મોત જ્યારે અન્ય એક ગંભીર
  • રસ્તાઓ બાબતે ધારાસભ્યના નિવેદન સામે કોંગ્રેસનું સારા રસ્તાઓ શોધો અભિયાન ઃ 19 કાર્યકરોની અટકાયત

ભરૂચના રસ્તા પરના ખાડાઓએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે. દહેજ બાયપાસ પર મઢુલી સર્કલ પાસે લકઝરીની ટક્કરે માસુમ ધ્યાનીના મોત બાદ દહેજ રોડ પર જ ભુવા ગામ પાસે ટ્રક ચાલકે ખાડો બચાવવા જતાં એક બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર જાઓ થઇ હતી.

વાગરા તાલુકાના ખોજબલ ગામનો જીયાઉલ મુસ્તુફા સોયલ પટેલ તેના મિત્ર સલમાન મોહંમદ પટેલ સાથે તેની બાઇક પર કામ અર્થે ભરૂચ આવ્યાં હતાં. જ્યાંથી તેઓ પરત જઇ રહ્યાં હતાં. તે વેળા દહેજ રોડ પર ભુવા ગામના પાટીયા પાસે સામેથી આવતી ટ્રકનો ડ્રાયવર ખાડા બચાવવા જતાં સંતુલન ગુમાવી બેસ્યો હતો. ટ્રકે બાઇકને ટકકર મારતાં બંને યુવાનો ડીવાઇડર સાથે અથડાયાં હતાં. જેમાં સલમાનનું ગંભીર ઇજાઓને પગલે મોત થયું હતું. જ્યારે જીયાઉલ મુસ્તુફા સોયેલને ગંભીર હાલતમાં પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરુચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રસ્તાઓના મુદ્દે કરાયેલા મારા નિવેદનનું ખોટુ અર્થઘટન થઇ રહ્યું છે
રસ્તાઓ બાબતે 10 કરોડ રૂપિયાની ગ્રાંટ બાબતે મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરાય રહયું છે. 5 કરોડથી વધુના ખર્ચથી બનનારા રસ્તાઓના કામ મુકી શકાય તેવા રસ્તા નથી તેમ કહયું હતું પણ વિરોધપક્ષ સમજ્યાં વિના વિરોધ કરી રહયો છે. > દુષ્યંત પટેલ, ધારાસભ્ય, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...