ઉત્તરાયણ સ્પેશિયલ:ભરૂચની સીંગ બાદ ચીકીની પણ સદી જૂની સફર, ટોપલાથી લઈ આજે AC શો રૂમમાં સ્થાન

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકાશી પર્વે બોર, શેરડી, ઊંધિયું, જલેબી સાથે ચીકી આરોગવાની પણ વર્ષો જુની પરંપરા
  • આજે અનેક વેરાયટી અને ફ્લેવરમાં મળતી ચીકીના રૂ 140 થી 260 કિલોના ભાવ

ભારતીય વિવિધ તહેવારો સાથે ખાણી પીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટ પણે વણાઈ ગયેલા છે. આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધીયા જલેબીની સાથે ચીકી, શેરડી અને બોરનું માહત્મ્ય જોવા મળે છે. ખારી સીંગ માટે જગ પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ સાથે ટોપલાથી લઈ આજે એસી શોરૂમમાં વેચાણ જોવા મળી રહ્યું છે.

ભરૂચમાં સદી પેહલા એક સમયે માત્ર ગોળ અને સીંગ કે તલની ચીકી જ મળતી હતી. જુના ભરૂચના ચકલામાં લોકો ઘરે ચીકી બનાવી તેનું વેચાણ કરવા ટોપલો લઈ બેસતા હતા. હવે ડ્રાયફ્રુટ, સીંગમાવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે. ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ વર્ષોથી ધમધમે છે. જેના મોટા માર્કેટને લઈ કોર્પોરેટ જગતે પણ આ ઉદ્યોગમાં ઝુકાવ્યું છે.

આજે પણ ભરૂચમાં કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે. જુના ભરૂચમાં વર્ષ 1964માં સંગમ સીંગનું અસ્તિત્વ આવ્યું હતું. જેમાં અબ્દુલ ગફુર ચીકી બનાવી ટોપલામાં વેચાણ કરતા હતા. આજે તેમની ત્રીજી પેઢી આ વ્યવસાયમાં કાર્યરત છે. અનેક વેરાયટીની ચીકીમાં કિંમત 140 થી 260 રૂપિયા સુધીની છે. જેમાં સૌથી વધુ બોલબાલા માવા ચિકિની રહે છે.

અન્ય સમાચારો પણ છે...