તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફ્યુ, રાત્રે 8થી સવારે 6 બંધ

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લામાં કોરોનાની ચેઈન તોડવા 12મી સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે
 • મંગળવારે જિલ્લામાં કોરોનાના નવા 106 કેસ નોંધાયા, 35ના મોત

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાની ચેઈન તોડવા માટે અત્યાર સુધી માત્ર ભરૂચ શહેરમાં જ રાત્રિ કર્ફ્યુ અમલમાં હતું, હવે રાજ્ય સરકાર દ્વારા ફરીથી રાત્રિ કર્ફ્યુનો સમયગાળો વધારી દેવામા આવ્યો છે. તથા નવા શહેરો પણ ઉમેરાતા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેરનો રાત્રિ કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બંને શહેરોંમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ રાત્રિ કર્ફ્યુ અમલ રહેશે. આ દરમિયાન આવશ્ય ચીજ વસ્તુઓ, આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની ચેઈન તોડવા પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પણ હવે મંદ પડી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં નવા પોઝિટિવ કેસ અને મૃત્યુ દરમાં પણ વધારો નોંધાયો હતો. જે મે મહિનામાં થોડી રાહત આપનારો સાબિત થયો છે. મંગળવારે પણ જિલ્લામાં કોરોનાના 106 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોવિડ સ્મશાનમાં 35 મૃતદેહોના અંંતિમ સંસ્કાર દિવસ દરમિયાન કરવામાં આવ્યા હતા. વધુ બે લોકોના કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ રિપોર્ટ આવતા જિલ્લામાં સત્તાવાર કુલ મૃત્યુઆંક 69 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો