તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ:નર્મદામાં દૂધનો અભષેક કરી 6 હજાર સાગરખેડુઓ દરિયો ખૂંદવા રવાના

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
121 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી
  • ભાડભૂત ખાતે માછીમારીઓએ નર્મદા નદીમાં 121 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી

ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજારથી વધુ માછીમારો બુધવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અને દૂગ્ધાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને 121 મીટર લાંબી ચૂંદડી ચઢાવી 1200 બોટમાં 6000 માછીમારો અંદાજિત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂંદવા રવાના થઇ રહ્યાં છે.

લોકડાઉનમાં નર્મદાના નીર શુધ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.લોકડાઉનના કારણે પણ નર્મદાના જળ શુદ્ધ બનતા આ સીઝન સારી જાય તેવી આશા માછીમારો રાખી રહ્યાં છે. ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25 હજારથી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે. ભાડભૂતના નર્મદાકાંઠે બુધવારે સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પહોંચી માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. 

જળમાં દૂધનો અભિષેક કરી આ સીઝન સારી રહે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી 
નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 121 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી. ભાડભૂતના 6000 માછીમારો 1200 બોટમાં ચાર મહિના સુધી પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડી વાર્ષિક કમાણી કરતા હોય છે.

પૂજન અર્ચન બાદ માછીમારો નાવડીઓ લઇ 7 દિવસ દરીયામાં 35 કિમી સુધી હિલ્સા માછલી પકડે છે. હિલ્સા માછલી દર વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે. સુરત,મુંબઇ અને કલકત્તાના વેપારીઓ હિલ્સા માછલી ખરીદવા ધામા નાખે છે. આ માછલીની વિદેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો