તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૃદયદ્રાવક દૃશ્યો:દોઢ વર્ષ બાદ પિયર પિતાને મળવા પુત્રી ભરૂચ પહોંચી, પણ મૃતદેહ મળ્યો, કોવિડ સ્મશાનમાં એક બાજુ પિતાને અગ્નિદાહ, બીજી બાજુ પુત્રીનું હૈયાફાટ રુદન

ભરૂચ12 દિવસ પહેલાલેખક: જીગર દવે
નેહાને પિતા તો ન મળ્યા; તેમના મૃતદેહનાં અંતિમ દર્શન પણ ન થયાં.
  • લગ્ન બાદ પુત્રી નાગપુર સાસરે હતી, કોરોના મહામારીમાં તે પિયર લાંબા સમયથી આવી ન હતી
  • દીકરી કોરોનાને કારણે દોઢ વર્ષે પિતાને મળવા આવી શકી અને આવી ત્યારે પિતાને જ કોરોના ભરખી ગયો
  • પપ્પા....પપ્પા...કહી દીકરીએ હૈયાફાટ રુદન કર્યું; એ જોઈ ભલભલા પથ્થરદિલ માનવી પણ હચમચી ગયા

ગુજરાતમાં કાળો કેર વર્તાવી રહેલા કોરોનાએ એક વર્ષ દરમિયાન અનેક પરિવારનો માળો વીંખી નાખ્યો છે. ભરૂચમાં આજે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું હતું, જેમની અંતિમવિધિ દરમિયાન કોવિડ સ્મશાનમાં હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યાં હતાં. એક દીકરી, જે કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી પિતાને મળવા આવી શકી ન હતી. તેને જ્યારે માલૂમ થયું કે તેના પિતાની હાલત નાજૂક છે તો તે તેમને મળવા પહોંચી હતી, પરંતુ તે પહોંચી ત્યારે તેને પિતાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે પપ્પા....પપ્પા...કહી દીકરીએ હૈયાફાટ રુદન કર્યું હતું. આ દૃશ્યો જોઈ હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીંજાઈ ગયા હતા.

દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલી પુત્રીનું હૈયાફાટ રુદન જોઇને કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દીકરીને પિતા તો ના મળ્યા, પણ તેમનો મૃતદેહ પણ જોવા ન મળ્યો.

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં A-503 નંબરમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા અને તેમનાં પત્ની કોરોનામાં સપડાયાં હતાં. એ બાદ તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યાં દિવસે દિવસે તેમની હાલત વધારે ગંભીર બની રહી હતી, જ્યારે આજે સવારે 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા કોરોના સામે જંગ હારી ગયા હતા. કોરોના સામે જિંદગીનો જંગ હારી જતાં તેમના મૃતદેહને અંતિમવિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો, જ્યાં કંઈક એવું બન્યું, જે જોઈ ભલભલા પથ્થરદિલ માનવી પણ હચમચી ગયા હતા.

નેહાને પિતાના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર મળતાં તે ભરૂચ આવવા રવાના થઈ, પણ પિતાને કાળ ભરખી ગયો.
નેહાને પિતાના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર મળતાં તે ભરૂચ આવવા રવાના થઈ, પણ પિતાને કાળ ભરખી ગયો.

નેહાને પિતા તો ન મળ્યા, પણ પિતાના મૃતદેહનાં પણ દર્શન ન થયાં
કોરોનાથી મૃત્યુ પામનાર કમલ કિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહાના લગ્ન નાગપુર થયા હતા. તેણે તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતાં તે ભરૂચ આવવા રવાના થઈ હતી, પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. નેહા ભરૂચ પહોંચે એ પહેલાં જ તેના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઇ, એમ નેહાને પિતા તો ન મળ્યા, પણ પિતાના મૃતદેહનાં પણ દર્શન ન થયાં.

વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઈ, એમ નેહાને પિતા તો ન મળ્યા, તેમના મૃતદેહનાં અંતિમ દર્શન પણ ન થયાં
વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઈ, એમ નેહાને પિતા તો ન મળ્યા, તેમના મૃતદેહનાં અંતિમ દર્શન પણ ન થયાં

નેહા પોતાના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ત્યાં પહોંચી અને પિતાની ચિતા જોઈ પોતાનાં આંસુઓ રોકી ના શકી. નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના કરાવી દીધા હતા. દોઢ વર્ષ બાદ મળવાની આશા સાથે પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી દર્દનો ચિત્કાર ઊભો કર્યો હતો.

નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના કરાવી દીધા.
નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના કરાવી દીધા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો