ગાજવીજ સાથે વરસાદ:ભરૂચ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગુરૂવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જિલ્લાનાં વિવિધ તાલુકામાં વરસાદ પડ્યો
ભાદરવા મહિનાની શરૂઆત સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પોહચી ગયું હતું. આકરી ગરમી અને ઉકળાટથી લોકો આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસથી આકરો તાપ રહ્યા બાદ ગુરૂવારે ભરૂચ જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોના સથવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોતજોતામાં શહેર અને જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગણેશ આયોજકો અને ભક્તોની ચિંતા વધી ગઇ હતી. બીજી તરફ જિલ્લામાં માત્ર એક કલાકમાં જ અંકલેશ્વર તાલુકામાં બે ઇંચ, વાલીયામાં એક ઇંચ વરસાદ ખાબકી જતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ભરૂચ, હાંસોટ, વાગરા, ઝઘડિયા તાલુકામાં પોણાથી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદ, જંબુસર અને નેત્રંગ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...