ધોધમાર વરસાદ:ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નેત્રંગમાં ચાર ઇંચ ખાબક્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ, અંકલેશ્વર સહિત અન્ય 7 તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ બાદ ક્ષણિક કલાકો મેઘરાજાએ જિલ્લાવાસીઓને રાહત આપી હતી. જોકે, બુધવારે રાતથી ફરી આભમાંથી મેઘમહેર શરૂ થઈ જતા લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. રાત્રી દરમિયાન નેત્રંગ તાલુકામાં 4 ઇંચ વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો અને લોકોના ઘરોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જી દીધી હતી.

મોસમનો 58.55 ટકા વરસાદ
જબુસરમાં 2 ઇંચ સાથે ભરૂચ, અંકલેશ્વર સહિત અન્ય 7 તાલુકામાં ગુરુવારે બપોરે 12 કલાક સુધી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 58.55 ટકા વરસાદ વરસી ગયો છે. જે ગત વર્ષ કરતા 33.38 ટકા વધુ છે. સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા સાથે માર્ગોની ભારે દૂરદશા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...