તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:જિલ્લામાં 15 દિ’ના વિરામ બાદ મેઘાની પધરામણી ખેડૂતોમાં આશાનું સિંચન, હજી 38.98 % વાવણી

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશ 2.14 લાખ હેક્ટરના બદલે માત્ર 83 હજાર હેક્ટર જમીનમાં જ વાવેતર થયું
  • નેત્રંગ, અંક્લેશ્વર તેમજ ઝઘડિયામાં મેહૂલિયો વરસ્યો : વાલિયામાં વીજળી પડી

ભરૂચ જિલ્લામાં વાવેતર વિસ્તારમાં ગત ત્રણ વર્ષના સરેરાશ 2.14 લાખ હેક્ટર જમીનમાં વાવેતરની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 83 હજાર હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસું પાછુ ખેંચાતા વાવણીની સીઝનનો મોડો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં થોડો વરસાદ વરસ્યા બાદ મેહૂલિયાએ લાંબો વિરામ લેતાં વાવેતર પર પણ તેની અસર જોવા મળી હતી. જોકે, શનિવારે જિલ્લામાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં પુન: આશાનો સંચાર થયો હતો. હવે મહામુલા પાકને બચાવી લેવાની આશા પણ ખેડૂતોમાં જાગી છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાની શરૂઆતથી જ છુટાછવાયાં વરસાદી ઝાપટાંની એન્ટ્રી થયાં બાદ 20 જૂન બાદ વિધિવત શરૂ થાય તેવા અણસાર દેખાઇ રહ્યાં હતાં. જોકે તે બાદ પણ સામાન્ય વરસાદ વરસ્યા બાદ મેઘરાજાઅ લાંબો વિરામ લીધો છે. વરસાદનું આગમન થતાં જગતનો તાત વાવણી કાર્યમાં જોતરાઇ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 2.14 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સરખામણીએ હજી જિલ્લામાં માત્ર 83 હજાર હેકટરમાં ઓછું વાવેતર થયું છે.

ભરૂચ જિલ્લામાં પણ ચોમાસાની ઋતુમાં વરસાદે વિલંબ લેતાં તેની અસર વિવિધ પાકોના વાવેતર પર વર્તાઇ છે. વરસાદ હજી પાછળ ખેંચાય તો વાવેતર કરનારા ખેડૂતોને પહેલાં પાકમાં જ નુકશાની વેઠવી પડે તેવી ભિતી સેવાઇ રહી હતી. જોકે શનિવારે જિલ્લામાં વાલિયામાં 12 મીમી, નેત્રંગ-અંક્લેશ્વરમાં 3-3 મીમી તથા ઝઘડિયામાં 1 મીમી સહિત અન્ય વિસ્તારોમાં છુટાછવાયાં ઝાપટાં પડતાં ખેડૂતોમાં સારો વરસાદ થાય તો પાકને જીવતદાન મળે તેવી આશાનું સિંચન થયું છે.

પાકતુવેરમગઅડદસોયાબીનકપાસશાકભાજીતલમગફળીજુવારબાજરીડાંગરકેળ
વાવેતર 317311849018124263010728010110253304010

દેશાડ ગામે આકાશી વીજળી પડતાં નારિયેળી ભડકે બળી
વાલિયા તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દેસાડ ગામમાં પંચાલ ફળિયામાં રહેતા રમેશ પંચાલના વાડામાં નારિયેળી પર વીજળી પડતાં સળગી ઉઠી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ નુકસાની કે અઘટીત બનાવ નહિં બનતા સ્થાનિકો અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ખેડૂતોનો પાક બચી જતાં તેમને પણ રાહત સાંપડી હતી.

વરસાદના બદલાતાં મિજાજથી ખેેડૂતો મુંજવણમાં
સામાન્યત: ખેડૂતો દ્વારા ખેતીમાં લાંબા અને ટૂંકા તેમજ મઘ્યમ ગાળાના પાકો તૈયાર કરતાં હોય છે. જોકે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી વરસાદની અનિયમિતતાથી ખેડૂતોની મુંજવણ વધી છે. કેટલાંક ખેડૂતો હવે મધ્યમ કે ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવા તરફ વળી રહ્યાં છે. આ વર્ષે પણ ચોમાસાની સિઝનના પ્રથમ તબક્કામાં વાવણી લાયક વરસાદ થયો ન હોઇ વાવેતર કરનારા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે.

વાવેતર હેક્ટરમાં
તાલુકોવાવેતર
આમોદ18372
અંક્લેશ્વર2493
ભરૂચ5644
હાંસોટ2497
જંબુસર24380
ઝઘડિયા14120
નેત્રંગ1766
વાગરા9320
વાલિયા5075
કુલ83667

સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
જિલ્લામાં એક તરફ મેઘરાજાએ લાંબા સમય માટે વિરામ લેતાં ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી આવી હતી. ત્યાં શનિવારે આકાશમાંથી કાચું સોનુ વરસતાં ખેડૂતો હરખાયાં હતાં. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં 2થી 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...