તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • After 70 Years, The Narmada River, Once The Only Living River In The World, Is Again A Grade, Drinkable Directly Without Water Filter.

‘મા રેવા તારું પાણી નિર્મળ’:70 વર્ષ બાદ નર્મદાનો ખારો પટ 65 કિમી ઘટયો, 168 કિમી સુધી રેવાનાં નીર મિનરલ વોટર જેવાં ચોખ્ખાં

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ ધરાવતી નર્મદા નદીના નીર 70 વર્ષ બાદ ફરી A ગ્રેડમાં, પાણી ફિલ્ટર વગર સીધું પીવાલાયક
  • ભરૂચના 168 KMના ડાઉનસ્ટ્રીમમાં 70 વર્ષ પહેલાં જેવા પુણ્ય, નર્મદાના નીર ફરી બન્યા નિર્મળ અને શુદ્ધ
  • નદીના પાણીનું તાપમાન ઘટવા સાથે ખારાશ, PH, COD, BOD, TDS અને સેલીનીટીનું પ્રમાણ ઘટ્યું
  • ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નદીનું તાપમાન પણ 5થી 7 ડિગ્રી ઘટ્યું
  • 2017-18માં ગોલ્ડન બ્રિજ સુધી મીઠું પાકે તેવું પાણી આવતું હતું ત્યાં જળ -જમીન બંને નવ પલ્લવિત થયા
  • 3 વર્ષ પૂર્વે નર્મદા નદીમાં ડેમની ડાઉન સ્ટ્રીમમાં પાણી નહીં છોડતા ખારી બની હતી

કોરોના મહામારી વચ્ચે અને વધતા પોલ્યુશન વચ્ચે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું સામે આવ્યું છે. એટલે કે હાલ નદીનું પાણી ફિલ્ટર કર્યા વગર પણ પીવાલાયક બન્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહ્યો છે. જેના મીઠા ફળ હવે 168 KMના ડાઉનસ્ટ્રીમમાં જોવા મળી રહ્યાં છે. એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી બે કાંઠે વહેવા સાથે તેના જળ પીવા, ખેતીલાયક તેમજ જળ અને જીવસૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે.

70 વર્ષ બાદ નર્મદા નદીના જળ સીદા પીવાલાયક બન્યા
દેશ અને દુનિયામાં છેલ્લા બે વર્ષથી ચાલતી કોરોના મહામારીએ અનેક ખાના ખરાબી સર્જવા સાથે હજારો-લાખો લોકોને મૃત્યુ નિપજાવ્યા છે. જોકે, કોરોના લોકડાઉન વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી માઁ રેવા ડેમથી ડાઉન સ્ટ્રીમમાં 168 કિલોમીટરમાં 70 વર્ષ બાદ ફરી જીવનદાયીની, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.

વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીને જીવંત નદીનું બિરૂદ અપાયું છે. મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચ જિલ્લાના સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં નીચાણવાસમાં છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદી મૃત પર્યાય બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે નવ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.

વર્ષ 2018ની નર્મદા નદીની ફાઈલ તસવીર
વર્ષ 2018ની નર્મદા નદીની ફાઈલ તસવીર

નર્મદા નદીમાં આગળ વધતા દરિયા અને ખારાશના કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થવા સાથે લોકોનું જીવન સાથે જળ, જમીન, જીવ તેમજ જળસૃષ્ટિ ઉપર પણ ખતરો વર્તાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની તેની સર્વોચ્ચ સપાટી એ પૂર્ણ થયા બાદ 30 દરવાજા મુકાતા હવે છેલ્લા ત્રણ વર્ષથી 168 KMના નીચાણવાસમાં નર્મદા નદી ફરી જીવંત થવા સાથે ખેતી, ઉદ્યોગો, જળ અને જીવન ફરી ધબકતા થયા છે.

એક સમયે નર્મદા નદીનું પાણી E કેટેગરી કરતા પણ ઉતરતું હતું
નર્મદા ડેમ પૂર્ણ થવા સાથે જ કોરોના કાળમાં લોકડાઉન અને ડેમમાંથી નીચાણવાસમાં સતત વહેતો રહેતા જળપ્રવાહથી આજે નર્મદા નદીના નીર ફરી ભરૂચમાં અમૃત સમાન બની સંજીવની સાબિત થઈ રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં ચાર વર્ષ પહેલાં નર્મદા નદીના નીર ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે તેવા ન હતા. એટલે કે વિવિધ માપદંડોને લઈ નર્મદાનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું.

GPCB દ્વારા 13 સ્થળો પરથી પાણીના નમૂના લઈ તપાસ કરવામા આવી
ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીના નીર હવે 70 વર્ષ બાદ ફરી નિર્મળ, શુદ્ધ અને સીધા જ પીવા યોગ્ય બન્યા છે. નર્મદાનું નીર એટલું શુદ્ધ થઈ ગયું છે કે, હવે તે કોઈ પણ ફિલ્ટર વિના પી શકાય છે. તેમાં ખનિજ તત્વો પણ ભરપુર છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના નર્મદાના પ્રવેશ બિંદુ ઓરપટારથી અરબી સમુદ્ર સંગમ જાગેશ્વર ગામ સુધી 13 સ્થળોના નમૂનાઓની તપાસમાં આ હકીકત સામે આવી છે.GPCBના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોકેમિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડેમમાંથી ઉનાળામાં પાછલા વર્ષોમાં પાણી નહિ છોડતા ભરતી સમયે દરિયાના પાણી ફરી વળતા ચાર વર્ષ અગાઉ નીચાણવાસમાં નર્મદા નદી મૃતપાય બનવા સાથે નમકની ચાદર છવાઈ ગઇ હતી. હવે નર્મદા ના જળ નિર્મળ અને શુદ્ધ બનતા ભરૂચ અને નર્મદા જિલ્લાના 22 લાખથી વધુ લોકો, ત્રણ લાખથી વધુ ખેડૂતો, 10 હજારથી વધુ ઉદ્યોગો, 15 હજારથી વધુ માછીમાર પરિવારો સહિત લાખો જળચર અને જીવ સૃષ્ટિ માટે સાચા અર્થમાં જીવંતદાન મળી રહ્યું છે.

પાણીની ગુણવત્તાના મૂલ્યાંકનના પાંચ માપદંડો ​​​​​​

  • A-ગ્રેડ : પીવા યોગ્ય
  • B ગ્રેડ : ન્હાવા યોગ્ય
  • C ગ્રેડ : પાણીને ફિલ્ટર-ડિસઇન્ફેક્શન કરી પીવા યોગ્ય
  • D ગ્રેડ : વન્ય જીવન અને મત્સ્ય પાલન માટે ઉપયોગ
  • E ગ્રેડ : સિંચાઈ, ઔદ્યોગિક સહિતના વપરાશ માટે ઉપયોગ
  • F ગ્રેડ : તમામ હેતુ માટે પાણી ફિલ્ટ્રેશન સિવાય બિન ઉપયોગી

પાણીમાં ઉપયોગી અને હાનિકારક તત્વોમાં કેટલી વઘઘટ?

  • 1.11 થી 0.7 બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) ઘટ્યું
  • 13 થી ઘટી 7 COD થયો
  • ​​​​​​ 8.48 થી 7.9 PH ઘટ્યું
  • 92 થી 23.41 SS સસ્પેન્ડેડ સોલિડમાં ઘટાડો
  • નાઇટરેટ 0.67 થી વધી 1.14 થયું
  • TDS 1015 થી ઘટી 158 થયું
  • ક્લોરાઇડ 43 થી ઘટી 22 થયું
  • સેલીનીટી 1.27 થી ઘટી 0.17 થઈ
  • ફોસ્ફરસ 0.06 થી 0.12 થયું
  • ટોટલ હાર્ડનેસ 303 થી ઘટી 156 પહોંચી
  • કેલ્શિયમ હાર્ડનેસ 63 થી 44 થઈ
  • મેગ્નેશિયમ 10 થી વધી 18 થઈ

ડેમ છેલ્લાં 3 વર્ષથી સંપૂર્ણ ભરાતો હોવાથી પૂરતું પાણી છોડાતાં નીચાણવાસમાં નદી સ્વચ્છ બની
નર્મદા ડેના નીચાણ વાસમાં છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદા નદી જાણે મૃત પ્રાયઃ બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. દેશ અને દુનિયામાં છેલ્લા 2 વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં હજારો-લાખો લોકોના મોત થયા છે, પણ પ્રદુષણ ઘટતાં અને છેલ્લા 3 વર્ષથી ડેમ ભરાતાં નદીમાં પુરતું પાણી છોડવામાં આવે છે જેના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી મા રેવા 70 વર્ષ બાદ ફરી જીવનદાયી, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.

નર્મદા નદીનું પાણી કેમ પીવા યોગ્ય ?
નહેર વિભાગના કાર્યપાલક ઈજનેર કે.સી. ચૌધરીએ જણાવ્યું કે મિનરલ વોટર સપ્લાય કરતી કંપનીઓના લેબ ટેકનીશીયન અને તેના માટે આપવામાં આવેલા નોર્મ્સ જોતા મિનિમમ 350 ટીડીએસ પાણી હોવું જોઈએ. જો એથી વધારે હોય તો તેની ટ્રીટમેન્ટ કરી મિનરલ કરવું પડતું હોય છે. જો એનાથી ઓછું હોય તો ઓછી ટ્રીટમેન્ટ કરાવી પડતી હોય છે. વિશ્વની સૌથી વધુ વેચાતી સોડા બનાવતી કંપનીઓ પણ 60 થી 100 ટીડીએસનું પાણી જ ઉપયોગમાં લેતી હોય છે. ત્યારે નર્મદા નદીના પાણીનું પરિણામ જોતા પાણી પીવા યોગ્ય છે.

નર્મદા નદીના જળમાં આવેલા સુધારા

  • ભરૂચના 168 KM ના ડાઉનસ્ટ્રીમ માં નર્મદાના નીર 70 વર્ષ બાદ ફરી ફિલ્ટર વગર સીધું પીવાલાયક, મિનરલ્સથી ભરપૂર.
  • નદીના પાણીનું તાપમાન ઘટવા સાથે ખારાશ, PH, COD, BOD, TDS ઘટ્યા
  • ​​​​​​​સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ોગ્નેશિયમ, ક્લોરાઇડ, ઝીંક સહિતના ભરપૂર મિનરલ્સ

​​​​​​​13 સ્થળેથી લેવાયેલા નમૂના ચકાસાયા બાદ જીપીસીબીએ તમામના આંકડા જાહેર કર્યા

સ્થળPHઓક્સિજનCODટેમ્પરેચરTDS
ઓરપેટ8.35.71423131
ઝનોર8.45.41821133
કબીરવડ8.35.41620130
મઢી8.35.31920124
ગોવાલી બેટ8.35.32321142
કડોદ8.35.31722138
અંકલેશ્વર8.34.91919160
ભરૂચ8.35.91122158
સરફુદ્દીન8.13.61825179
કુકરવાડા8.24.31521182
હાંસોટ8.24.322241015
ભાડભૂત8.24.320241197
જાગેશ્વર7.94.380221711

​​​​​​​​​​​​​​4 વર્ષમાં ગ્રેડમાં 4 ગણી છલાંગ
ભરૂચ જિલ્લામાં 4 વર્ષ પહેલાં નર્મદા નદીનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું. પહેલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોકેમિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...