તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેલફેર અગ્નિકાંડ:કોર્ટમાં ફાયર વિભાગની એફિડેવીટ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલની જૂની ઇમારતમાં કોવિડ-19ની સારવાર માટે વહિવટી તંત્રએ પરવાનગી આપી તેનો એમઓયુ કરાયો હતો. જોકે, હોસ્પિટલ દ્વારા જૂની ઇમારતના બદલે નવી ઇમારતમાં કોવિડ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાનમાં 1 મેની રાત્રીએ કોવિડ વોર્ડમાં કોઇ કારણસર આગ ભભુકી ઉઠી હતી. જેમાં 16 દર્દીઓ તેમજ 2 નર્સના મોત થયાં હતાં. ઘટનાની નોંધ હાઇકોર્ટે પણ લીધી હતી.

દરમિયાનમાં હોસ્પિટલ દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ જમા કરાવી પાલિકાને નવા બિલ્ડીંગમાં કોવિડ વોર્ડ ચાલી રહ્યો હોવાનું અગાઉથી જાણ કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટમાં પાલિકાએ પણ પોતાની એફિડેવિટ જમા કરાવી હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા તે અંગે કોઇ જાણ કરવામાં આવી જ ન હોવાનું જણાવ્યું છે. દરમિયાનમાં કોર્ટે સ્થળ તપાસ માટે ગયેલાં ફાયરના કર્મીઓની એફિડેવિટ જમા કરવા સૂચના આપતાં તેમણે પણ તે જ પ્રકારની એફિડેવીટ કોર્ટમાં રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...