એવિએશન સેમિનાર:ગોવાલીની સીકેજી હાઈસ્કૂલ ખાતે એરોનોટિકલ અને એવિએશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિમાનનું મોડલ બતાવી તેના વિવિધ ભાગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી

ભરૂચના ગોવાલીની સીકેજી હાઈસ્કૂલ ખાતે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એરોનોટિકલ અને એવિએશન વિશે માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમીનારમાં જીએનએફસીના રિટાયર્ડ ઓફિસર, રોટરી કોમ્યુનિટી ક્રોપના પ્રેસિડેન્ટ અને એવિએશનના જાણકાર જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિમાનનું મોડલ વિદ્યાર્થીઓને બતાવી તેના વિવિધ ભાગો વિશે માહિતી આપી વિમાનોના પ્રકાર અને તે કેવી રીતે ઉડે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે રાજુભાઈ દ્વારા તૈયાર કરાયેલ ગ્લાઈડર કેવા સિદ્ધાંતો પર કામ કરે છે તેની માહિતી આપી તેના મોડલને વિદ્યાર્થીઓને ઉડાવી બતાવવામાં આવ્યું હતું.

પ્રોગ્રામના અંતે જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો જીતેન્દ્રભાઈ દ્વારા અપાતા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા હતા. જીતેન્દ્રભાઈ પટેલ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની વિવિધ કોમ્પિટિશનો અને સેમિનારોમાં ભાગ લઈ ચુક્યા છે. તેઓ રિટાયર્ડ ઉંમરે એવરેસ્ટના બેઝ કેમ્પમાં જઈ 19 હજાર ફુટની ઉંચાઈ સર કરી ભરૂચનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે એવીસીટીના સીઆઈઓ અનુરાગ દુબે, એસઆઈઓ ક્રિસીકા પટેલ, જેઆઈઓ સેજલ વસાવા, રોશની વસાવા, યામિની સોલંકી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...