સુવિધા:ભરૂચ જિલ્લાની 75 પ્રાથમિક શાળાઓમાં અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ કરાયું

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ લાયબ્રેરીમાં 1000 પુસ્તકો ઉપલબ્ધ

ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની 75 પ્રાથમિક શાળાઓમાં 15 માં નાણાં પંચ અને અન્ય યોજનાઓ થકી અદ્યતન લાયબ્રેરી કાર્યરત કરવામાં આવી છે.

ઓછામાં ઓછા 1000 પુસ્તકો ધરાવતી પુસ્તકાલયો કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ શાળાઓની લાયબ્રેરીઓ અદ્યતન બનતા વિધાર્થીઓની ભાષાકીય અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને સુધારવા માટે નિયમિત પુસ્તક સમીક્ષાઓ પણ યોજવામાં આવશે તેના પર વિશેષ ભાર મુક્યો છે.આધુનિક ડિજિટલ મોબાઈલ યુગમાં જિલ્લાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાંચનથી વંચિત ન રહી જાય તે માટે આ યોજના અમલી બનાવવામાં આવી છે. જેથી કરી તેમના શેક્ષણિક જ્ઞાન સાથે બાહ્ય જ્ઞાનમાં પણ વધારો થાય તેવો હેતુ રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...