તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન આપવાની તૈયારી:ભરૂચ જિલ્લાના 15.51 લાખ લોકોને વેક્સિન આપવા વહીવટી તંત્ર સક્ષમ

ભરૂચ4 મહિનો પહેલાલેખક: કૃણાલ કાંબલે
 • કૉપી લિંક
 • પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના 9900 કર્મીઓનું વેક્સિનેશન કરવામાં આવશે
 • ટાસ્ક ફોર્સ બનાવી જે રીતે પોલિંગ બુથ અને પોલિયોની કામગીરી થાય છે તે રીતે કોરોનાની વેક્સિન આપી શકાશે

કોરોનાના કહેર વચ્ચે વેક્સિન મળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં હાલમાં 3200 જેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. ત્યારે સરકારે વેક્સિનની જાહેરાત કરી દીધી છે. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓનું વેક્સિનેશન કરવામાં આવશે. જે માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

પ્રથમ તબક્કાના વેક્સિનેશન માટે જિલ્લાના 9900 હેલ્થ વર્કરોની યાદી મોકલવામાં આવી છે. જે માટે પોલીંગબુથ અને પોલિયો બુથની જેમ 600 સેન્ટરો માટે આરોગ્ય વિભાગની 280 ટીમો કામગીરી કરશે. કોરોનાની સેકન્ડ વેવ શરૂ થતાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જે સરકાર માટે ચિંતાનો વિષય ઉભો થયો છે. ત્યાં બીજી તરફ કોરોનાની વેક્સિન આવી જતાં થોડો હાશકારો મળ્યો છે.

વેક્સિનના ટ્રાયલમાં હજી સુધી કોઇને આડઅસર થઇ ન હોવાને કારણે હવે જિલ્લામાં કોરોનાની વેક્સિન પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં સરકારી અને ખાનગી હેલ્થ વર્કરોને આવરી લેવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચ જિલ્લામાંથી 9900 હેલ્થ વર્કરોની યાદી મોકલી છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં કોરોનાની રસી મુકવામાં આવે તેવી શક્યતા છે. આયોજનને આરોગ્ય વિભાગે આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

આરોગ્ય વિભાગ દ્વારા દરવર્ષે કરાતી પોલીયોની કામગીરી તેમજ પોલિંગ બુથની જેમ ખાસ યોજનાબધ્ધ રીતે વેક્સિનેશન કરાશે. જિલ્લામાં આરોગ્યની 280 ટીમો 600 સેન્ટર પર પ્રથમ તબક્કામાં 9900 હેલ્થ વર્કરોને વેક્નિન અપાશે. ભરૂચ આરોગ્ય વિભાગ પાસે વેક્સિનેશન માટેની પ્રાથમિક સુવિધાઓ હોવાને કારણે એક સામટા આખા જિલ્લાના 15.51 લાખ લોકોને વેક્સિન આપવાની થાય તો પણ ટીમ સક્ષમ હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યું છે.

પોલીયો રસીકરણનો બેઝ કોરોનાની વેક્સિન માટે પણ ઉપયોગમાં લેવાશે
આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે પોલીયો રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જેમાં જિલ્લાના તમામ વિસ્તારોને આવરી લેવા માટેનો બેઝ તૈયાર કરાય છે. કોરોનાની વેક્સિન માટે પણ તે બેઝનો ઉપયોગ કરી સરકારની ગાઇડ લાઇન મુજબ જિલ્લાના છેવાડાના ગામો સુધી વેક્સિન પહોંચે અને તમામને તેનો લાભ મળે તેવું આયોજન કરી શકાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

જાન્યુઆરીના પહેલાં 15 દિવસમાં વેક્સિન જિલ્લામાં આવે તેવી શક્યતાં
કોરોનાની વેક્સિનના ટ્રાયલમાં અત્યારસુધી એક પણ વ્યક્તિને આડઅસર થઇ નથી. જેના કારણે હવે દરેક જિલ્લામાં વેક્સિન પહોંચાડવામાં આવશે. જેના ભાગરૂપે કોરોના વોરિયર્સ તબીબોને પ્રથમ તબક્કામાં વેક્સિનેશન કરાશે. જે માટેની યાદી સરકારમાં પહોંચાડી દેવામાં આવી છે. ત્યારે હવેે જાન્યુઆરીના પહેલાં કે બીજા અઠવાડિયામાં જિલ્લામાં કોરોનાની વેક્સિન આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની ટીમ વેક્સિનની કામગીરી માટે તૈયાર
સરકારની સૂચનાને પગલે વેક્સિન માટે હાલમાં પ્રથમ તબક્કામાં આવતાં આરોગ્યની સેવા સાથે સંકળાયેલાં 9900 લોકોની યાદી મોકલી આપવામાં આવી છે. જે બાદ બીજા ફેઝની યાદી તૈયાર કરવાની કવાયત પણ શરૂ કરી દેવાઇ છે. સરકાર દ્વારા વેક્સિનની ફાળવણી કરવામાં આવશે ત્યારે લોકોને તે પ્રમાણે વેક્સિન આપવાની કામગીરી માટે ટીમ તૈયાર છે. > ડો. નિલેશ પટેલ, ઇએમઓ, ભરૂચ

વેક્સિન સંગ્રહ માટેના તમામ સાધનો ઉપલબ્ધ
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ પાસે કોરોનાની વેક્સિનના સંગ્રહ માટે આઇએલઆર (આઇસ લાઇન્ડ રેફ્રિઝરેટર ડિપ ફ્રિઝર, વેક્સિન બોક્ષ, વેક્સિન કેરિયર, આઇસ બોક્ષ ઉપલબ્ધ છે.

વેક્સિનેશનની કામગીરી ત્રણ તબક્કામાં થઇ શકે છે
જિલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા ત્રણ તબક્કામાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્યની કામગીરી સાથે સંકળાયેલાં તમામ તબીબો, નર્સ, હેલ્પર સહિત આંગણવાડી વર્કર સહિતના કર્મીઓને આવરી લેવાશે. જ્યારે બીજા તબક્કામાં ફ્રન્ટ લાઇન વર્કર્સ એટલે કે, પોલીસ, પંચાયત, રેવન્યુ, મંડળી, મિડિયાના કર્મી સહિતનાઓને આવરી લેવાયાં છે. ઉપરાંત 50 વર્ષથી ઉપરના અને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન સહિતની કોઇ પણ બીજી બિમારીથી પિડાતા 50 વર્ષથી નાના લોકોને સમાવાશે. જ્યારે અંતિમ તબક્કામાં અન્ય લોકોને સમાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો