અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી બહુલ નેત્રંગ તાલુકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિસ્તારની વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓના સન્માન અને “ડીજિટ્લ : જાતિ સમાનતા માટે નવીનતા અને તકનીક”ના થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નેત્રંગની આસપાસના 18 જેટલા ગામની 600થી વધુ મહિલોઓએ હાજરી આપી હતી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ અને વિચાર સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હોળી-ધૂળેટીના કારણે એની આગોતરી ઉજવણી પ્રથમ વખત નેત્રંગ વિસ્તારમાં કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન એવા આંતરરાષ્ટ્રીય ખેલાડી દ્રષ્ટી વસાવા પોતાની પોતાની સિધ્ધિઓ અને અનુભવ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, જીવનમાં કશુ જ અશકય નથી અને જીવનમાં કોઈ ચોક્કસ લક્ષ્ય લઈને આગળ વધીએ તો મુશ્કેલીઓ આવશે પણ આપણે જ્યાં જવું છે એ નક્કી હશે તો આપણે ત્યાં ચોક્કસ જ પહોચીએ છીએ. ઇકો પેસેંજર ગાડી ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા પ્રીતિબેન વસાવા એ કહ્યું હતું કે, હું એક સ્ત્રી તરીકે ડ્રાઈવરનું કામ કરું છુ, સ્ત્રી માટે કશું જ અશકય નથી. ટેમ્પો ચાલક સખીબેને દરેક બહેનને હિમ્મત આપી ગર્વથી જીવન જીવીને પગભર થઈ બીજા માટે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. નેત્રંગ તાલુકાની હાથાકુંડી, પૂજપુજિયા, મોજા, જુનીજામુની, ક્વાચિયા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ આદિવાસી નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.