તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ:અમદાવાદની કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડના જવાબદારો સામે કાર્યવાહી કરાશે : આરોગ્ય મંત્રી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં વનમહોત્સવમાં આરોગ્ય મંત્રી  કિશોર કાનાણી અને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. - Divya Bhaskar
ભરૂચમાં વનમહોત્સવમાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણી અને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
  • ભરૂચ જિલ્લાના વન મહોત્સવમાં આરોગ્ય મંત્રીએ મૃતકો માટે દુ:ખ વ્યક્ત

ભરૂચના માતરિયા તળાવ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં આરોગ્ય મંત્રીએ અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલના કોરોના આઇસીયુ વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગમાં મૃત્યુ પામનાર 8 દર્દીઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સમગ્ર મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ શ્રેય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડના જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

શહેરને હિલ સ્ટેશન બનાવવા માટે નાગરિકોને વૃક્ષો વાવી ઉછેરવા જન આંદોલન કરવા હાકલ કરી હતી
ભરૂચના માતરિયા તળાવ ખાતે 71 માં વન મહોત્સવમાં રાજ્ય કક્ષાના આરોગ્ય,પરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણી(કુમાર) હાજર રહ્યાં હતાં.તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ હોસ્પિટલમાં દુર્ઘટનાનાં તમામ મૃતકોને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપુ છું. જે લોકોને ઇજા થઇ છે, તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરૂ છું. વધુમાં તેમણે શહેરને હિલ સ્ટેશન બનાવવા માટે નાગરિકોને વૃક્ષો વાવી ઉછેરવા જન આંદોલન કરવા હાકલ કરી હતી.વન મહોત્સવમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વડોદરાના વન વિભાગના મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુ, કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા, ડીડીઓ અરવિંદ વિજયન, પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...