કેમિકલ ચોરી:સુરતના હજીરા ખાતેથી વાગરાની વિલાયત GIDCની જયુબિલિન્ટ કંપનીમાં આવતા બે ટેન્કરોમાંથી એસિડિક એસિડ સગેવગે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર કિલોથી વધુ કેમિકલ મળી કુલ 5.84 લાખથી વધુની ચોરી
  • કેમિકલ ચોરી અંગે વાગરા પોલીસે બંને ટેન્કર ચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાગરા તાલુકામાં આવેલ વિલાયત GIDCની જયુબિલિન્ટ કંપનીમાં આવતા બે ટેન્કરોમાંથી કુલ મળી 5.84 લાખનું એસિડિક એસિડ કેમિકલ સગેવગે કરાતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

વડોદરાના રણોલી જી.આઈ.ડી.સી.માં આવેલ અગ્રવાલ રોડલાઈન્સના ખાતે રહેતા વિશાલકુમાર કિશોર શર્મા ક્રિષ્ના ઓટો સેન્ટર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જેઓની કંપનીના બે ટેન્કર નંબર-જી.જે.12.એ.ટી.3177 અને જી.જે.12.એ.યુ.8252માં અજય કુમાર ઉમાશંકર યાદવ તેમજ આત્મારામ શ્યામજી યાદવ ચાલક તરીકે ફરજ બજાવે છે. જેઓ બંને ગત તારીખ-12મી મેના રોજ સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ ખાતેથી એસિડિક એસિડ નંબર-જી.જે.12.એ.ટી.3177માં 24990 અને જી.જે.12.એ.યુ.8252માં 25020 કિલો ભરવામાં આવ્યું હતું અને બંને ચાલકે વાગરા તાલુકામાં આવેલ વિલાયત જી.આઈ.ડી.સી.ની જયુબિલિન્ટ કંપનીમાં આવા માટે નીકળ્યા હતા જેઓ બંને 13મી મેના રોજ આવી ગયા હતા ટેન્કરો પાર્ક કરી મૂકી દીધા હતા.

કંપનીના જનરલ મેનેજર ભુવનેશ્વરસીંગએ તપાસ કરતા બંને ટેન્કરોમાંથી 10629 કિલો કેમિકલ ઓછું હોવા સાથે તેમાં પાણી ઉમેરી દીધું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે બંને ચાલકોને સંપર્ક કરાતા બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવતા બંને ચાલકોએ 5.84 લાખથી વધુનો કેમિકલનો જથ્થો માર્ગમાં જ સગેવગે કરી લીધો હોવાનું માલુમ પડતા કંપનીના મેનેજર દ્વારા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...