રાજ્યપાલનું સંબોધન:પ્રાકૃતિક ખેતીથી દેશને આત્મનિર્ભર બનાવી શકાશે આચાર્ય દેવવ્રત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમકારનાથ હોલમાં ખેડૂતોને રાજ્યપાલનું સંબોધન

પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે તેમ રાજયપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચના ખેડુતોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે વિષય પર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.

પરિસંવાદનાં પ્રારંભે મોરબીની દુર્ઘટનામાંભોગ બનેલા દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.રાજ્યપાલ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે.પ્રાકૃતિક કૃષિમાંદેશી ગાયનું અત્યંત મહત્વ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. જયારે ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે.

દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં આવે છે. જે કલ્ચરનું કાર્ય કરે છે અને પ્રાકૃતિક ખાતર તરીકે વાપરી શકાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિનપ્રતિદિન ઘટતું જાય છે.આના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. રાજયપાલ આચાર્ય દેવવ્રત ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયાસો કરી રહયાં છે. ભરૂચ જિલ્લામાં પણ 10 હજાર કરતાં વધારે ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે તબકકાવાર જન જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...