17 સપ્ટેમ્બર,2019ના રોજ રાતે અંકલેશ્વર ઉટીયાદરા ગામની સીમમાં પી.જી. ગ્લાસ નામની બંધ કંપનીમાં હથિયારો સાથે લૂંટારૃઓએ કંપનીના 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી આંતક મચાવ્યો હતો. આ હુમલામાં કંપનીના 3 સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ખૂન અને ધાડનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આ ફરાર આરોપી પરેશ બટુકભાઈ સોલંકીને ભરૂચ પેરોલફરલો સ્કોડની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણ વર્ષથી આ આરોપી પોલીસને ચકમો આપી ફરાર હતો જેને આખરે ભરૂચ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ માટે અંકલેશ્વર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર રૂરલમાં વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ધાડપાડુઓ દ્વારા હુમલો કરી 3 સિક્યોરિટી જવાનોની હત્યા કરી છેલ્લા લાંબા સમયથી આરોપી નાસતા ફરતા હતા.આ ગુનામાં ધાડપાડુ ટોળકીએ હથિયારો સાથે કંપનીના 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી આંતક મચાવ્યો હતો.
ભરૂચ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાર્ટીલ સાહેબ દ્વારા નાસતા ફરતા તથા પેરોલ ફર્લો જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા વિશેષ સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને પો.સબ.ઈન્સ. વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે ઉટીયાદરા ગામની સીમમાં પી.જી. ગ્લાસ નામની બંધ કંપનીમાં હથિયારો સાથે લૂંટારૃઓએ કંપનીના 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી ૩ લોકોની હત્યા કરી નાખી હતી.
અંક્લેશ્વર રૂરલનાપોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 81/2019 ઈ.પી કો કલમ ૩૯૬,૩૯૭,૩૪૨.૪૪૭,૪૪૯,૪૦૬૫૦૪, ૫૦૬(ર) તથા IP એક્ટ કલમ ૧૩૫ મુજબના નાસતો ફરતો આરોપી પરેશભાઇ બટુકભાઈ સોલંકી રહે. તીલકનગર, તા.જી. ભાવનગર હાલ રહે. ગુરુકૃપા સોસાયટી કેનાલ રોડ, કામરેજ જી.સુરત નાઓને કામરેજ સુરત ખાતે છે. જેને તા.૦૪/૦૧/૨૦૨૩ નારોજ ઝડપી પાડવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.